કાર્યવાહી@સુરત: પત્ની પર જ્વલનશીલ પ્રવાહીથી એટેક કરનાર પતિ ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતના કોસાડ આવસામાં રહેતી પરિણીતાને ગઈકાલે મોડી સાંજે તેના પતિએ ઘરમાં આવી ઝઘડો કરી “મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હોંશિયારી કી તો જાન સે માર ડાલુંગા” ધમકી આપ્યા બાદ ઘરની બહાર જઈ રસોડાની બારીમાંથી પરિણીતાના શરીર ઉપર એસીડ જેવુ જવલનશીલ પ્રવાહી ફેકી ઇજા પહોચાડી હતી. જો
 
કાર્યવાહી@સુરત: પત્ની પર જ્વલનશીલ પ્રવાહીથી એટેક કરનાર પતિ ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતના કોસાડ આવસામાં રહેતી પરિણીતાને ગઈકાલે મોડી સાંજે તેના પતિએ ઘરમાં આવી ઝઘડો કરી “મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હોંશિયારી કી તો જાન સે માર ડાલુંગા” ધમકી આપ્યા બાદ ઘરની બહાર જઈ રસોડાની બારીમાંથી પરિણીતાના શરીર ઉપર એસીડ જેવુ જવલનશીલ પ્રવાહી ફેકી ઇજા પહોચાડી હતી. જો કે આ ઘટનામાં પોલીસે મહિલાની ફરિયાદ નોંધાયા બાદ પતિની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અમરોલી કોસાડ આવાસ બિલ્ડિંગમાં રહેતા શબાનાબાનુ નાસીરખાન હસન પઠાણ બુધવારે આવાસમાં જ રહેતા તેના પતિ નાસીરખાન હસનખાન પઠાણ સામે ફરિયાદ નોધાવી હતી. જેમા તેનો પતિ મોડી સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે આવ્યો હતો અને ગાળાગાળી કરતો હતો જેથી શબાનાબાનુએ ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો.

આ દરમ્યાન પતિએ “મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હોશિયારી કી તો જાન સે માર ડાલુંગા”ની ધમકી આપી નાસી ગયો હતો. ત્યારબાદ શાબાનાબાનું રસોડામા તેની દીકરી સાથે રસોઈ બનાવતી હતી તે દરમિયાન વીસેક મીનીટ બાદ ફરી નાસીરખાન રસોડાની બારી પાસે આવી રસોઈ બનાવતી શબાનાબાનુ ઉપર એસીડ જેવી જ્વલનશીલ પ્રવાહી તેના શરીરે ફેંકી નાસી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે શબાનાબાનુ પઠાણની ફરિયાદ લઈ નાસીરખાન સામે ગુનો દાખલ કરી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.