કાર્યવાહી@સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસ, પતિ, સાસુ-સસરા,બે નણંદની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગત દિવસોએ સુરતમાં એક મહિલા PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં PSIના પિતાએ દીકરીના સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે PSI અમિતા જોશીના પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતાની ધરપકડ કરી છે. તમામ લોકોની ગારીયાધર અને
 
કાર્યવાહી@સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસ, પતિ, સાસુ-સસરા,બે નણંદની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગત દિવસોએ સુરતમાં એક મહિલા PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં PSIના પિતાએ દીકરીના સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે PSI અમિતા જોશીના પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતાની ધરપકડ કરી છે. તમામ લોકોની ગારીયાધર અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા તમામની ધરપકડ કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI અમિતા જોશીને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. PSIએ ફાલસાવાડી પોલીસ લાઈનમાં પોતાના નિવાસસ્થાન ખાતે રિવોલ્વરમાંથી જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક અમિતા જોશીના નિવૃત જમાદાર પિતા બાબુ જોશીએ મહીધરપુરા પોલીસમાં અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને અંકિતા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તમામ આરોપી ગુમ થઈ ગયા હતા. ફરિયાદ પ્રમાણે અમિતાના પતિ વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતું હતું. આ ઉપરાંત તે અમિતાને રૂપિયા, ફ્લેટ અનેક બાબતે વારંવાર ત્રાસ આપતો હતો.