કાર્યવાહી@સુરેન્દ્રનગર: ખાણ ખનીજની અચાનક રેઇડ, 2.15 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો

અટલ સમાચાર, ડેસ્ક સાયલા તાલુકાના ગામે ખાણ ખનીજની ટીમે અચાનક રેઇડ કરતાં ગેરકાયદેસર ખનીજચોરી ઝડપાઇ છે. ખાણ ખનીજે ચોક્કસ બાતમી અને ફરીયાદને આધારે રેઇડ કરી હતી. જેમાં 2 હીટાચી મશીન અને 7 ડમ્પરો સીલ કરી 10 લોકો સામે કાર્યવાહી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ એક હિટાચી મશીન સ્થાનિક રાજકારણીનું હોવાથી પંથકમાં ચકચાર મચી છે. ખાણ
 
કાર્યવાહી@સુરેન્દ્રનગર: ખાણ ખનીજની અચાનક રેઇડ, 2.15 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો

અટલ સમાચાર, ડેસ્ક

સાયલા તાલુકાના ગામે ખાણ ખનીજની ટીમે અચાનક રેઇડ કરતાં ગેરકાયદેસર ખનીજચોરી ઝડપાઇ છે. ખાણ ખનીજે ચોક્કસ બાતમી અને ફરીયાદને આધારે રેઇડ કરી હતી. જેમાં 2 હીટાચી મશીન અને 7 ડમ્પરો સીલ કરી 10 લોકો સામે કાર્યવાહી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ એક હિટાચી મશીન સ્થાનિક રાજકારણીનું હોવાથી પંથકમાં ચકચાર મચી છે. ખાણ ખનીજે કાર્યવાહી કરી કુલ 2 કરોડ 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે પેટ્રોનેટ લિમિટેડની ગેસ લાઇનના વિસ્તારમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનિજ ખનન થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. જે આધારે ડીવાયએસપી લીંબડીના માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની સુચનાથી તપાસ ટીમે રેઇડ કરી હતી. જેમાં ગેરકાયદેર બ્લેક ટ્રેપ ખનિજ ખનન કરતાં 2 હિટાચી મશીન અને 7 ડમ્પર ઝડપાયા હતા. આ તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશને રાખવામાં આવેલ છે.