કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસે 9 જુગારીઓ સાથે 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે મૂળી પોલીસે બાતમી આધારે રેડ કરી એકસાથે 9 જુગારીઓને રંગેહાથે ઝડપી લેતાં ચકચાર મચી ગઇ છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મૂળીના ટીકર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમાય છે. જેને લઇ પોલીસે પંચો સાથે રાખી રેડ કરતાં 9 લોકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન 89 હજારની
 
કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસે 9 જુગારીઓ સાથે 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે મૂળી પોલીસે બાતમી આધારે રેડ કરી એકસાથે 9 જુગારીઓને રંગેહાથે ઝડપી લેતાં ચકચાર મચી ગઇ છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મૂળીના ટીકર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમાય છે. જેને લઇ પોલીસે પંચો સાથે રાખી રેડ કરતાં 9 લોકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન 89 હજારની રોકડ રકમ મળી કુલ કિ.રૂ. 1.61 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસે 9 જુગારીઓ સાથે 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જાહેરાત

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ટીકર ગામેથી પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મૂળી પોલીસને બાતમી મળી હતી કે, ટીકર ગામનો જીગ્નેશભાઇ અજમલભાઇ ચું.કોળી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમાડે છે. જેને લઇ પોલીસે પંચો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઘડીભર જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસે 9 જુગારીઓ સાથે 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મૂળી પોલીસે બાતમી આધારે કરેલી રેડમાં 9 જુગારીઓ ઝડપાતાં પંથકના બીજા જુગારીઓમાં પણ ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. આ તરફ પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ. 89,300, મોબાઇલ નંગ-7, કી.રૂ.17,000, મોટર સાયકલ નંગ-3 કિ.રૂ.55,000 મળી કુલ કિ.રૂ.1,61,300 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.