કાર્યવાહી@તાપી: BJP નેતા કાંતિ ગામીત ચર્ચામાં, પુત્ર સામે કોવિડ નિયમ ભંગનો ગુનો દાખલ

અટલ સમાચાર, તાપી સોનગઢ તાલુકાના ગામે ગત દિવસોએ સગાઇના પ્રસંગમાં ઉમટેલી ભીડ મામલે એક વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે BJP નેતા કાંતિ ગામીતના દીકરા જીતુ ગામીત સામે જાહેરનામા ભંગની ફરીયાદ દાખલ કરી છે. નોંધનિય છે કે, ગઇકાલે જીતુ ગામીતની દીકરીની સગાઇનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી. વીડીયોમાં મોટી
 
કાર્યવાહી@તાપી: BJP નેતા કાંતિ ગામીત ચર્ચામાં, પુત્ર સામે કોવિડ નિયમ ભંગનો ગુનો દાખલ

અટલ સમાચાર, તાપી

સોનગઢ તાલુકાના ગામે ગત દિવસોએ સગાઇના પ્રસંગમાં ઉમટેલી ભીડ મામલે એક વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે BJP નેતા કાંતિ ગામીતના દીકરા જીતુ ગામીત સામે જાહેરનામા ભંગની ફરીયાદ દાખલ કરી છે. નોંધનિય છે કે, ગઇકાલે જીતુ ગામીતની દીકરીની સગાઇનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી. વીડીયોમાં મોટી સંખ્યામાં લોકો ગરબે રમતાં દેખાતાં હોઇ મિડીયા અહેવાલો બાદ તંત્રએ હરકતમાં આવી પોલીસ ફરીયાદ નોંધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે ભાજપ નેતા કાંતિ ગામીતના પૌત્રીની સગાઇમાં ભારે ભીડ જોવા મળી હતી. કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં લોકોની ભીડને જોતાં સંક્રમણ ફેલાવાની શક્યતા નકારી શકાય નહી. મિડીયા અહેવાલો અને હાઈકોર્ટની ટકોર બાદ સરકારે આરોપી સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવાનો આદેશ તાપી જિલ્લા પોલીસવડાને કર્યો હતો. જેથી પોલીસ હવે ગમે ત્યારે કાંતિ ગામિતની ધરપકડ કરી શકે છે. આ ઉપરાંત આ કેસમાં કાંતી ગામિતના સરપંચ પુત્ર સામે સોનગઢ પોલીસે મંગળવારે જ કોરોના ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

કાર્યવાહી@તાપી: BJP નેતા કાંતિ ગામીત ચર્ચામાં, પુત્ર સામે કોવિડ નિયમ ભંગનો ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મંગળવારે સામે આવેલા વીડિયો બાદ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસે જીતુ ગામીત સામે આઇપીસીની કલમ 188, 269, 270, જીપીએની કલમ 131, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) અને મહામારી અધિનિય 1897ની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

શું હતો બનાવ?

મંગળવારે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં જોઈ શકાતું હતું કે, સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અહીં એક સાથે છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. એટલે કે આખું ગામ એકઠું થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. છ હજાર લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તો કેવી રીતે જળવાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું હશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે.

સમગ્ર મામલે બીજેપી નેતા કાંતિ ગામિતે જણાવ્યું હતું કે, “અમે કોઈને બોલાવ્યા ન હતા. તમામ લોકો જાતે જ આવ્યા હતા. દર વર્ષે તુલસી વિવાહના દિવસે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. આ વખતે મારી પૌત્રીની સગાઈ હતી. અમને કોરોનાની ગાઇડલાઇનનું ભાન હતું. ગામડાઓમાં કોરોના નથી. શહેરમાંથી આવતા લોકો કોરોના લઈને આવે છે. અહીં લોકો માસ્ક પણ નથી પહેરતા.”

જિલ્લા કલેક્ટર, એસ.પી. અને નેતા સામે ફોજદારી કેસ કરો: કોંગ્રેસ

આ મામલ પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જિલ્લા કલેક્ટર, એસ.પી. અને બીજેપી નેતા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, “વિજય રૂપાણી સરકારમાં થોડા પણ શરમ હોય તો આ કેસમાં તેમના નેતા સામે કાર્યવાહી કરે. રાજ્ય સરકાર સબ-સલામતના દાવા કરે છે. સામાન્ય માણસને લગ્ન કરવા પોલીસની મજૂરી લેવી પડે છે અને સરકાર સાથે જોડાયેલા નેતા છ હજાર લોકોની ભીડ એકઠી કરે છે ત્યારે એપિડેમિક એક્ટ ક્યાં છે? આનાથી સાબિત થાય છે કે કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ છે.

ફરજમાં નિષ્કાળજી બદલ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં ફરજમાં નિષ્કાળજી બદલ પોલીસ વિભાગે પીએસઆઇ સી.કે.ચૌધરી અને બીટ જમાદાર અનિરૂધ્ધસિંહને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવી છે.