કાર્યવાહી@થરાદ: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 4.57 લાખનો દારૂ ઝડપાયો

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર, થરાદ કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે થરાદ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પાસેથી 4 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કાર્યવાહીમાં થરાદ પોલીસે દારૂની 101 પેટીઓ સાથે કુલ 14.94 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. લોકડાઉન છતાં બનાસકાંઠામાં બુટલેગરો બેફામ બની
 
કાર્યવાહી@થરાદ: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 4.57 લાખનો દારૂ ઝડપાયો
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, થરાદ

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે થરાદ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પાસેથી 4 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કાર્યવાહીમાં થરાદ પોલીસે દારૂની 101 પેટીઓ સાથે કુલ 14.94 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. લોકડાઉન છતાં બનાસકાંઠામાં બુટલેગરો બેફામ બની દારૂની હેરાફેરી કરતા હોવાથી છાશવારે દારૂ પકડાવાની ઘટના સામે આવતી હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@થરાદ: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 4.57 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા જીલ્લાના થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ચકચાર મચી ગઇ છે. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ટ્રક ઝડપી પાડી તેમાં તલાશી લેતા ચોરખાનું મળી આવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડના દારૂની 101 પેટી, છુટી બોટલો નંગ-94 મળી કુલ બોટલ નંગ 1306 મળી કુલ 4,57,100ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રકની કિંમત 10,00,000 મળી કુલ રૂ.14,59,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી@થરાદ: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 4.57 લાખનો દારૂ ઝડપાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખોડા ચેકપોસ્ટ પાસેથી પોલીસે 4 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી કાર્યવાહી કરી છે. જેમાં થરાદ પોલીસે સ્વરૂપરામ અમરારામ જાટની અટકાયત કરી છે. આ સાથે રધુભા બાપુ સહીત ચાલક સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,98(2)99,81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@થરાદ: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 4.57 લાખનો દારૂ ઝડપાયો

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો