કાર્યવાહી@થરાદ: સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દુકાનમાં દારૂ વેચતાં 2 ઇસમને ઝડપ્યાં, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ તાલુકાના ગામે છેક ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ ટીમે દરોડા પાડી દુકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતાં બે ઇસમને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ ગઇકાલે બપોરના સમયે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં બે ઇસમો દુકાનમાં બહારથી વિદેશી દારૂ મંગાવી વેપાર કરતાં હોવાનું સામે આવ્યુ છે. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલની
 
કાર્યવાહી@થરાદ: સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દુકાનમાં દારૂ વેચતાં 2 ઇસમને ઝડપ્યાં, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ તાલુકાના ગામે છેક ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ ટીમે દરોડા પાડી દુકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતાં બે ઇસમને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ ગઇકાલે બપોરના સમયે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં બે ઇસમો દુકાનમાં બહારથી વિદેશી દારૂ મંગાવી વેપાર કરતાં હોવાનું સામે આવ્યુ છે. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બે ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે અન્ય 2 ઇસમો મળી કુલ 4 ઇસમો વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના પેપરાળા ગામે બે ઇસમો દુકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતાં ઝડપાયા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના PSI એસ.એમ.સિન્ધીની ટીમે ચોક્કસ બાતમી આધારે પેપરાળા ગામે રેઇડ કરી હતી. જ્યાં જેતડા ગામનો કીરણ સોલંકી અને પેપરાળા ગામનો નરેન્દ્રસિંહ ચૌહાણ દુકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતાં હોવાનું સામે આવ્યુ હતુ. જેથી દુકાનમાં તલાશી લઇ વિદેશી દારૂનો બોટલો સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે સ્થળ પરથી વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી કાર પણ જપ્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં સ્થાનિક પોલીસની કામગીરીને લઇ સવાલ ઉભા થયા છે. ગઇકાલે બપોરના સમયે કરાયેલ કાર્યવાહીમાં દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ-90, કિં.રૂ.10,650, કારની કિ.રૂ.2,00,000, મોબાઇલ ફોન નંગ-4, કિ.રૂ.13,500 અને રોકડ રકમ રૂ.11,630 મળી કુલ કિ.રૂ.2,35,780નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જનકસિંહ ચૌહાણ અને ભરતભાઇ રાજપુત સ્થળ પર હાજર ન હોઇ તેમને શોધવા કવાયત હાથ ધરાઇ છે. આ તરફ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાર ઇસમ વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 81, 83, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.