કાર્યવાહી@વડગામ: હોમિયોપેથિકની ડીગ્રી છતાં એલોપેથી સારવાર કરતો ડોક્ટર ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ કોરોના મહામારી વચ્ચે વડગામ તાલુકાના ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. વડગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, મકાનના રૂમમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતાં ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેમની પુછપછરમાં તે હોમિયોપેથિક ડિપ્લોમાની ડીગ્રી ધરાવતાં હોવા છતાં એલોપથી થતા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું ખૂલ્યુ
 
કાર્યવાહી@વડગામ: હોમિયોપેથિકની ડીગ્રી છતાં એલોપેથી સારવાર કરતો ડોક્ટર ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

કોરોના મહામારી વચ્ચે વડગામ તાલુકાના ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. વડગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, મકાનના રૂમમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતાં ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેમની પુછપછરમાં તે હોમિયોપેથિક ડિપ્લોમાની ડીગ્રી ધરાવતાં હોવા છતાં એલોપથી થતા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું ખૂલ્યુ છે. સમગ્ર મામલે વડગામ પોલીસે ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના ઘોડીયાલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. વડગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોડીયાલ ગામે ભીખાભાઇ પોપટલાલ રાવલ પોતાના ઘરની આગળના રૂમમાં માહી ક્લિનિક નામનું દવાખાનુ ચલાવે છે. તે હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં એલોપથીની પ્રેક્ટિસ કરતાં હોવાની વિગતો મળતાં પોલીસે તાત્કાલિક તપાસ કરી સ્થળ પરથી દવાઓ સહિતનો જથ્થો જપ્ત કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં બોગસ ડોક્ટરો પર સતત ચોથા દિવસે પણ કાર્યવાહી યથાવત છે. ગઇકાલે સાંજના સમગે વડગામના ઘોકાવાડા ગામે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેઇડ કરી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન દવાઓ મળી કુલ 3,891 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી ઇસમ હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હોઇ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 336 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશન એક્ટની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.