કાર્યવાહી@વડનગર: નિલગાયનો શિકાર કરે તે પહેલાં જ શિકારી ઝડપાયો, દેશી બંદૂક મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગર પંથકમાંથી દેશી બંદૂક સાથે શિકાર કરવા આવેલા ઇસમને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યો છે. ગઇકાલે ગ્રામ્ય પંથકમાં નિલગાયનો શિકાર કરવા ઇસમ દેશી બંદૂક સાથે આવ્યો હોવાનુ જાણી ગામલોકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે ઇસમને દેશી બંદૂક સાથે ઝડપી પાડતાં ઇસમે વન્યપ્રાણીનો શિકાર કરવા આવ્યો હોવાનું કબૂલ્યું હતુ.
 
કાર્યવાહી@વડનગર: નિલગાયનો શિકાર કરે તે પહેલાં જ શિકારી ઝડપાયો, દેશી બંદૂક મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગર પંથકમાંથી દેશી બંદૂક સાથે શિકાર કરવા આવેલા ઇસમને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યો છે. ગઇકાલે ગ્રામ્ય પંથકમાં નિલગાયનો શિકાર કરવા ઇસમ દેશી બંદૂક સાથે આવ્યો હોવાનુ જાણી ગામલોકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે ઇસમને દેશી બંદૂક સાથે ઝડપી પાડતાં ઇસમે વન્યપ્રાણીનો શિકાર કરવા આવ્યો હોવાનું કબૂલ્યું હતુ. જે બાદમાં દેશી બંદૂકનું કોઇપણ પ્રકારનું પાસ-પરમીટ ન હોવાનું ખુલતાં પોલીસે હેડ કોન્સ્ટેબલે આરોપી સામે વડનગર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામે ગઇકાલે ખેતરમાં નિલગાયના શિકાર અંગેની બાતમી ફોરેસ્ટ વિભાગને મળી હતી. જેને લઇ વનવિભાગના કર્મચારીઓએ સ્થળ તપાસ કરતાં ત્યાંથી સીન્ધી સમીર કરીમભાઇ નામનો વ્યક્તિ દેશી એક નાળવાળી બંદૂક સાથે મળી આવ્યો હતો. આ તરફ તેને પુછતાં પોતે વન્યપ્રાણી શિકારનો ગુનો કબૂલ કરતાં તેની સામે વન્યપ્રાણી અધિનિયમ 1972 અન્વયે કલમ 2, 9, અને 39 મુજબનો ગુનો નોંધાયો હતો. આ સાથે ગુન્હા પેટે રૂ.25,000 ડીપોઝીટ પેટે વસુલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી ઇસમ પાસે દેશી બંદૂક રાખવા બદલનું પાસ-પરમીટ(લાયસન્સ) ન હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે પંચો રૂબરૂ બંદૂક જોતાં તેના ઉપર કોઇ નામ કે નંબર લખ્યો ન હતો. પોલીસે દેશી બંદૂક કિ.રૂ.1500ની ગણી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેને લઇ વડનગર પોલીસ સ્ટેશનના અ.હે.કો. ચિંતનકુમારે આરોપી સામે હથિયારધારો કલમ 25(1-b)(a) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા ઇસમનું નામ

  • સમીર કરીમભાઇ સીન્ધી, ગામ-દેલવાડા, તા.ખેરાલુ, જી.મહેસાણા