કાર્યવાહી@વડનગર: SOGએ ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં ઇસમને ઝડપ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગર તાલુકાના ગામેથી મહેસાણા SOGની ટીમે બોગસ ડોક્ટર ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા SOG PIને મળેલ ચોક્કસ બાતમી આધારે મેડીકલની ટીમ અને પંચો સાથે રાખી SOGએ રેઇડ કરી હતી. જ્યાં એક ઇસમ કોઇપણ પ્રકારની ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યુ હતુ. જેથી SOGએ દવા સહિતનો મુદ્દામાલ જપ્ત
 
કાર્યવાહી@વડનગર: SOGએ ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં ઇસમને ઝડપ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગર તાલુકાના ગામેથી મહેસાણા SOGની ટીમે બોગસ ડોક્ટર ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા SOG PIને મળેલ ચોક્કસ બાતમી આધારે મેડીકલની ટીમ અને પંચો સાથે રાખી SOGએ રેઇડ કરી હતી. જ્યાં એક ઇસમ કોઇપણ પ્રકારની ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યુ હતુ. જેથી SOGએ દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ વડનગર તાલુકા આરોગ્ય અધિકારીએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામેથી એસઓજીએ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. મહેસાણા SOGના ઇન્ચાર્જ PI એ.એમ.વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે, ઉણાદ ગામે એક ઇસમ કોઇપણ પ્રકારની ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. જેથી મેડીકલની ટીમને સાથે રાખે ઉણાદ ગામે તપાસ કરી હતી. જ્યાં ઉણોદ ગામે ગણેશ કીરાણા સ્ટોર્સની બાજુમાં નારણ ડી.ચૌધરીના પાકા મકાનમાં દીલીપસિંહ દલપુજી રહેવર( ખટાસણા, તા.વડનગર) વાળો ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યુ હતુ.

કાર્યવાહી@વડનગર: SOGએ ડીગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં ઇસમને ઝડપ્યો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડતાં જીલ્લામાં બોગસ પ્રેક્ટિસ કરતાં ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઇકાલે SOG અને મેડિકલની ટીમે તપાસ કર્યા બાદ SOGએ સ્થળ પરથી દવાના જથ્થા સહિત કુલ કિ.રૂ.1,684 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે વડનગરના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર વિજય પટેલે ઇસમ સામે વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 419, 336 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.