કાર્યવાહી@વડોદરા: SOGએ 16 લાખના MD ડ્રગ્સ સાથે ઇન્દોરથી આવેલ 2 ઈસમને ઝડપ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATS અને વડોદરા SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 16 લાખ ના મળ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઇન્દોરથી ડ્રગ લાવી વડોદરામાં સપ્લાય કરવાના હતા. હાલ મુખ્ય આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અટલ
 
કાર્યવાહી@વડોદરા: SOGએ 16 લાખના MD ડ્રગ્સ સાથે ઇન્દોરથી આવેલ 2 ઈસમને ઝડપ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATS અને વડોદરા SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 16 લાખ ના મળ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઇન્દોરથી ડ્રગ લાવી વડોદરામાં સપ્લાય કરવાના હતા. હાલ મુખ્ય આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@વડોદરા: SOGએ 16 લાખના MD ડ્રગ્સ સાથે ઇન્દોરથી આવેલ 2 ઈસમને ઝડપ્યાં

ગુજરાત ATSને માહિતી મળી હતી કે, વડોદરામાં 2 લોકો MD ડ્રગ લઈને આવી રહ્યાં છે જેથી તે માહિતીના આધારે ATSની ટિમ અને વડોદરા SOG ની ટિમ કામે લાગી ગઈ હતી. વડોદરાના સયાજીગંજ પાસેથી 2 લોકોને 163 ગ્રામ MD ડ્રગ સાથે પકડી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી..પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમાન શેખ અને મોહમ્મદ રિઝવાન ખાન ઇન્દોરથી આ ડ્રગ લઈને આવ્યા હતા અને આ બન્ને તો માત્ર પેડલર હોવાનું સામે આવ્યું છે.

કાર્યવાહી@વડોદરા: SOGએ 16 લાખના MD ડ્રગ્સ સાથે ઇન્દોરથી આવેલ 2 ઈસમને ઝડપ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ATS દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને આરોપીઓને ઇન્દોરના આમીરખાન લાલા નામના ડ્રગ માફિયાએ આ ડ્રગ લઈને ગુજરાતમાં મોકલી આપ્યા હતા અને આ ડ્રગ વડોદરા ખાતે એસ.ટી ડેપો બહાર કોઈ લાલ ટી શર્ટ અને માથે કાળી ટોપી પહેરીને અને જેના ટી-શર્ટમાં સફેદ અક્ષરમાં M લખેલુ હોય તેને આ ડ્રગ આપવાનું હતું.પરંતુ તે ડ્રગ સપ્લાય થાય તે પહેલાં આરોપીઓ પકડાઈ ગયા છે.