કાર્યવાહી@વિજાપુર: અપહરણ કેસમાં આરોપી અને ભોગ બનનારને છેક ધનસુરાની પકડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુર પોલીસ મથકના અપહરણ કેસમાં LCB અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડ્યા છે. મહેસાણા LCBની ટીમ અને વિજાપુર પોલીસની ટીમે ચોક્કસ બાતમી મેળવી અને સીસીટીવી ફૂટેજને આધારે નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ LCB અને પોલીસે રાજસ્થાન સહિત તપાસ કર્યા બાદ ધનસુરા પંથકમાંથી
 
કાર્યવાહી@વિજાપુર: અપહરણ કેસમાં આરોપી અને ભોગ બનનારને છેક ધનસુરાની પકડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર પોલીસ મથકના અપહરણ કેસમાં LCB અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડ્યા છે. મહેસાણા LCBની ટીમ અને વિજાપુર પોલીસની ટીમે ચોક્કસ બાતમી મેળવી અને સીસીટીવી ફૂટેજને આધારે નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ LCB અને પોલીસે રાજસ્થાન સહિત તપાસ કર્યા બાદ ધનસુરા પંથકમાંથી ઇસમને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને SPના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ મથકના અપહરણ કેસના આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવા LCB અને લોકલ પોલીસ કામે લાગી હતી. જેમાં LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એ.કે.વાઘેલા અને વિજાપુર પોલીસના ઇન્ચાર્જ PI આર.જી.ચૌધરી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના અભ્યાસ બાદ આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાન હોવાનું ખુલ્યુ હતુ. જેથી તપાસ કરતાં ઇસમ મળ્યો ન હતો. જે બાદમાં ધનસુરા તાલુકાના ગામેથી ભોગ બનનારની સાથે ઇસમને ઝડપી લેવાયો છે.

કાર્યવાહી@વિજાપુર: અપહરણ કેસમાં આરોપી અને ભોગ બનનારને છેક ધનસુરાની પકડ્યાં
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિજાપુર પોલીસ મથકે અપહરણ કેસમાં આરોપી હીલ અશોકકુમાર પટેલને LCB અને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત દિવસોએ પોલીસ અને LCBએ સતત એકબીજાના સંકલનમાં રહી બાતમી મેળવી તપાસ કરી હતી. જે બાદમાં રાજસ્થાન અને સાબરકાંઠામાં તપાસ કર્યા બાદ ધનસુરા તાલુકામાંથી આરોપી હીલને ભોગ બનનારની સાથે ઝડપી લેવાયો છે. સમગ્ર મામલે LCBએ આરોપી અને ભોગ બનનારને હસ્તગત કરી વિજાપુર પોલીસને સોંપ્યાં છે.