કાર્યવાહી@વિસનગર: ખેતરની ઓરડીમાં જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા, 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર તાલુકાના ગામે મહેસાણા LCBએ ખેતરમાં રેઇડ કરી જુગારધામ પર રેઇડ કરી 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બે ઇસમો ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હતા. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ વિગતો મેળવી રેઇડ કરી હતી. જેમાં 5 ઇસમોને સ્થળ પરથી રંગેહાથે
 
કાર્યવાહી@વિસનગર: ખેતરની ઓરડીમાં જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા, 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર તાલુકાના ગામે મહેસાણા LCBએ ખેતરમાં રેઇડ કરી જુગારધામ પર રેઇડ કરી 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બે ઇસમો ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હતા. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ વિગતો મેળવી રેઇડ કરી હતી. જેમાં 5 ઇસમોને સ્થળ પરથી રંગેહાથે જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન વિસનગર તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોઇ રેઇડ કરી હતી. જ્યાં કલ્પેશ ચૌધરી, અજય પ્રજાપતિ, રાજુભાઇ રાવળ, ભગુભાઇ રાવળ અને ઇશ્વરભાઇ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી રોકડ રકમ રૂ.25,800, મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.79,500 મળી કુલ કિ.રૂ.1,05,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ તમામ ઇસમો વિરૂધ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે આઇપીસી 4,5, જુગાર અટકાયતી અધિનિયમની કલમ 188,269 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધાતાં PSI કે.બી.લાલકાએ વધુ તપાસ હાથ ધરી છે.