કાર્યવાહી@વિસનગરઃ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા, 3 વેપારીને 2.45 લાખનો દંડ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) રાજ્યમાં અનલોક-1 શરૂ થયા બાદ પણ વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાનું હજુ પણ દોર ક્યાંને ક્યાં ચાલુ છે જેને નાથવા માટે તોલમાપ તંત્ર કટિબધ્ધ બન્યું છે. તાજેતરમાં જ જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ દરમ્યાન વડનગર, વસઇ અને વિસનગર ખાતે પાન-મસાલા,ગુટકાના વેપારીઓને ત્યાં આકસ્મિક છાપા
 
કાર્યવાહી@વિસનગરઃ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા, 3 વેપારીને 2.45 લાખનો દંડ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

રાજ્યમાં અનલોક-1 શરૂ થયા બાદ પણ વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાનું હજુ પણ દોર ક્યાંને ક્યાં ચાલુ છે જેને નાથવા માટે તોલમાપ તંત્ર કટિબધ્ધ બન્યું છે. તાજેતરમાં જ જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ દરમ્યાન વડનગર, વસઇ અને વિસનગર ખાતે પાન-મસાલા,ગુટકાના વેપારીઓને ત્યાં આકસ્મિક છાપા મારવામાં આવ્યા હતા.

 

કાર્યવાહી@વિસનગરઃ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા, 3 વેપારીને 2.45 લાખનો દંડ

વડનગર ખાતે મે.જમાનદાસ નાનાલાલ અને શેઠ દિપકકુમાર જનમાદાસ એન્ડ સન્સને ત્યાં ડમી ગ્રાહક બની દરોડા પાડી ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરતા બન્ને વેપારીઓને ત્યાં પાન-મસાલાના સીલબંધ પેકેજો ઉપર છાપેલ કિંમત કરતાં વધારે ભાવ વસૂલ કરવામાં આવ્યા હતા. તેમજ તેઓની દુકાનમાંથી સીલબંધ પેકેજો નિયોમોનુસારના નિર્દેશનો વગરના માલૂમ પડતા આ બંન્ને વેપારીઓ સામે કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બંન્ને વેપારીઓને રૂ. 31000/- લેખે રૂ. 62000/- દંડની વસૂલાત કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં ગંજબજારમાં એચ.એમ.વી ટ્રેડર્સ અને ટાવર પાસેના રાકેશ ટી ડેપોના સ્થળે પણ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ પાન-મસાલા, સોપારીના સીલબંધ પેકેટો કોઇ પણ જાતના નિર્દેશનો વગરના માલૂમ પડ્યા તેમજ રજિસ્ટ્રેશન કરેલ ન હોવા બાબત તથા વજનકાંટા સમયમર્યાદામાં પ્રમાણિત કરાવેલ ન હોવાથી ગેરરીતીઓ બહાર આવતા આ બંન્ને એકમો સામે નિયમો અનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરી એચ.એમ.વી  ટ્રેડર્સ-ગંજ બજારને રૂ. 29000/-તથા રાકેશ ટી ડેપો, ટાવર પાસેના માલિકને રૂ. 32000/-ના દંડની વસૂલાત કરવામાં આવી છે.

કાર્યવાહી@વિસનગરઃ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા, 3 વેપારીને 2.45 લાખનો દંડ

વસઇ ખાતે પાન-મસાલા બનાવી વેચાણ કરતા વેપારી એકમો અનુક્રમે પૂર્વા મસાલા અને ડી.સી. મસાલાવાળાને ત્યાં આકસ્મિક રેડ કરતા ઉપરોક્ત બંન્ને ઉત્પાદક/પેકરો દ્વારા પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ના નિયમો અનુસારના નિર્દેશનો કરેલ ન હોવા અંગે કાયદેસર કાર્યવાહી કરેલ ગુનો નોધેલ છે. અને આ બંન્ને એકમો પુર્વા મસાલા તથા ડી.સી.મસાલાના માલિકને અનુક્રમે રૂ. 93000/- તથા રૂ. 31000/-દંડની વસૂલતા કરવામાં આવેલ છે. તથા અન્ય એક વેપારીને વજનકાંટો સમયમર્યાદામાં પ્રમાણિત ન કરવા અંગે રૂ. 2000/-દંડ વસૂલ કરવામાં આવેલ છે.