કાર્યવાહી@વિસનગર: મકાનના ધાબા પર જુગાર રમતાં પોલીસ ત્રાટકી, 9 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર કોરોના કહેર વચ્ચે વિસનગર શહેરમાં ઘરના ધાબા પરથી જુગાર રમતાં એકસાથે 9 ઇસમો ઝડપાયા છે. ટાઉન પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી હતી. આ તરફ પોલીસે કોર્ડન કરી 9 ઇસમોને રંગેહાથે ઝડપી પાડી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટાઉન પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ કિ.રૂ.11,560નો મુદ્દામાલ
 
કાર્યવાહી@વિસનગર: મકાનના ધાબા પર જુગાર રમતાં પોલીસ ત્રાટકી, 9 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

કોરોના કહેર વચ્ચે વિસનગર શહેરમાં ઘરના ધાબા પરથી જુગાર રમતાં એકસાથે 9 ઇસમો ઝડપાયા છે. ટાઉન પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી હતી. આ તરફ પોલીસે કોર્ડન કરી 9 ઇસમોને રંગેહાથે ઝડપી પાડી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટાઉન પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ કિ.રૂ.11,560નો મુદ્દામાલ ઝડપી પાડી તમામ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@વિસનગર: મકાનના ધાબા પર જુગાર રમતાં પોલીસ ત્રાટકી, 9 ઇસમ ઝબ્બે

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ થાય તે અંગે કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિસનગર ટાઉન PI રાઠવાના માર્ગદર્શન હેઠળ PSI યુ.ઓ.ત્રિવેદીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, સ્વામી નારાયણ મંદીરની સામે લાલ દરવાજા વિસ્તારમાં મોચી મંગળદાર પ્રભુદાસ પોતાના ઘરના ધાબા પર જુગાર રમાડે છે. જેથી પોલીસે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસે કોર્ડન કરી 9 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી પકડાયેલા ઇસમોને ઝડપી નાસી છુટેલાં ઇસમોને પણ શોધી કાઢવા પુછપરછની કવાયત કરી હતી.

કાર્યવાહી@વિસનગર: મકાનના ધાબા પર જુગાર રમતાં પોલીસ ત્રાટકી, 9 ઇસમ ઝબ્બે
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ મહેસાણા જીલ્લામાં જુગારીઓ બેફામ બન્યાં છે. વિસનગર ટાઉન પોલીસની ટીમે ગઇકાલે સવારના સમયે અચાનક રહેણાંક મકાનના ધાબા પર રેઇડ કરી હતી. જેમાં 9 ઇસમો રંગેહાથે જુગાર રમતાં ઝડપાઇ ગયા તો કેટલાંક ઇસમો નાસી છુટ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.11,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ 9 ઇસમ સામે વિસનગર ટાઉન પોલીસ મથકે આઇપીસી 188, 269, જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.