કાર્યવાહી@થરા: પોલીસે બાતમી આધારે ગરનાળામાં સંતાડેલો દારૂ ઝડપી પાડ્યો

અટલ સમાચાર, થરા કોરોના મહામારી વચ્ચે થરા પોલીસે બાતમી આધારે ગરનાળામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. થરા પોલીસનો સ્ટાય વડા ગામ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન મળેલી બાતમી આધારે પોલીસે રેડ કરી ગરનાળામાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો સહિતનો 49 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસ કાર્યવાહી દરમ્યાન આરોપી હાજર મળી
 
કાર્યવાહી@થરા: પોલીસે બાતમી આધારે ગરનાળામાં સંતાડેલો દારૂ ઝડપી પાડ્યો

અટલ સમાચાર, થરા

કોરોના મહામારી વચ્ચે થરા પોલીસે બાતમી આધારે ગરનાળામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. થરા પોલીસનો સ્ટાય વડા ગામ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન મળેલી બાતમી આધારે પોલીસે રેડ કરી ગરનાળામાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો સહિતનો 49 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસ કાર્યવાહી દરમ્યાન આરોપી હાજર મળી નહિ આવતાં પોલીસે તેને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરા તાલુકાના વડા ગામેથી પોલીસે ગરનાળામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, રણુભા વિનુભા વાઘેલા રહે.વડા, તા.કાંકરેજવાળો વડાથી ખાખલેચા વાસ તરફ જવાના રોડ ઉપર ત્રણ રસ્તા નજીકમાં આવેલા ગરનાળાના નાળામાં વિદેશી દારૂ સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જે આધારે પોલીસે પંચો સાથે રાખી રેડ કરી પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, થરા પોલીસે વડા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ તરફ પોલીસે કાર્યવાહી દરમ્યાન વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ-496 કુલ કિ.રૂ.49,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રેડ દરમ્યાન રણુભા વાઘેલા હાજર નહિ મળી આવતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. થરા પોલીસે આરોપી સામે પ્રોહી એક્ટની કલમ 65-A,65(e),116-B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઇસમ સામે નોંધાઇ ફરીયાદ

  • રણુભા વિનુભા વાઘેલા, રહે.વડા, તા. કાંકરેજ, જી. બનાસકાંઠા