કાર્યવાહી@વાવ: ટેન્કર સહિત બાયોડીઝલનો 18.33 લાખનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે વાવ પોલીસે બાતમી આધારે ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યુ છે. વાવ પોલીસ મથકના સ્ટાફે ચોક્કસ બાતમી આધારે ખીમાણાવાસ નજીકની હોટલ પાસેથી બાયોડીઝલ ભરેલ ટ્રક સહિતનો મુદ્દામાલ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
કાર્યવાહી@વાવ: ટેન્કર સહિત બાયોડીઝલનો 18.33 લાખનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) 

કોરોના મહામારી વચ્ચે વાવ પોલીસે બાતમી આધારે ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યુ છે. વાવ પોલીસ મથકના સ્ટાફે ચોક્કસ બાતમી આધારે ખીમાણાવાસ નજીકની હોટલ પાસેથી બાયોડીઝલ ભરેલ ટ્રક સહિતનો મુદ્દામાલ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ખીમાણાવાસમાં હોટલ પરથી બાયોડીઝલ ભરેલ ટ્રક ઝડપાઇ છે. વાવ પોલીસ મથકના પીએસઆઇની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે આઇમાતા હોટલ ઉપરથી છગનભાઇ પથુજી સુથાર રહે. સોઢા કેમ્પ, આડેસર, તા.રાપર, જી.કચ્છ તથા આઇ માતા હોટલના સંચાલક ધર્માભાઇ સુરાતારામ પ્રજાપતિ, રહે,સજાડા, તા.સજાડા, જી.બાડમેર(રાજસ્થાન)ની પુછપરછ કરી 18 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વાવ પોલીસે સ્થળ ઉપરથી ટ્રકમાંથી બાયોડીઝલ લીટર 18,000 કુલ કિ.રૂ.11,70,000 તથા ટેન્કરની કિ.રૂ.6,00,000 કુલ મળી 17,70,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.1000 સહિત કુલ કિ.રૂ.18,33,500નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.