કાર્યક્રમઃ “ન્યુ પાલનપુર ફોર ન્યૂ ઇન્ડિયા”માં 267 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરના વિદ્યાર્થીઓએ શહેરના પ્રોબ્લેમનું ટેક્નીકલ સોલ્યુસન સરકારી પોલીટેક્નીક એસ.એસ.આઈ.પી.સેલ. દ્વારા આયોજિત “ન્યુ પાલનપુર ફોર ન્યૂ ઇન્ડિયા” ઇવેન્ટસ સરકારી પોલીટેક્નીક પાલનપુર દ્વારા આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ ઇવેન્ટમાં સ્કૂલના 192 અને કોલેજના 75 જેટલા એમ ટોટલ એમ ટોટલ 267 વિદ્યાર્થીઓએ અને 50 જેટલા સ્કૂલ અને કોલેજ ટીચરે ભાગ લીધો હતો. બનાસકાંઠાના પાલપુરમાં ગત
 
કાર્યક્રમઃ “ન્યુ પાલનપુર ફોર ન્યૂ ઇન્ડિયા”માં 267 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરના વિદ્યાર્થીઓએ શહેરના પ્રોબ્લેમનું ટેક્નીકલ સોલ્યુસન સરકારી પોલીટેક્નીક એસ.એસ.આઈ.પી.સેલ. દ્વારા આયોજિત “ન્યુ પાલનપુર ફોર ન્યૂ ઇન્ડિયા” ઇવેન્ટસ સરકારી પોલીટેક્નીક પાલનપુર દ્વારા આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ ઇવેન્ટમાં સ્કૂલના 192 અને કોલેજના 75 જેટલા એમ ટોટલ એમ ટોટલ 267 વિદ્યાર્થીઓએ અને 50 જેટલા સ્કૂલ અને કોલેજ ટીચરે ભાગ લીધો હતો.

બનાસકાંઠાના પાલપુરમાં ગત રોજ સરકારી પોલીટેક્નીક પાલનપુર દ્વારા આયોજિત મેગા ટેક્નીકલ ઇવેન્ટમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનના પ્રોબ્લેમ જેવા કે એરોમા ટ્રાફિક પ્રોબ્લેમ ભીના અને સૂકા કચરાના નિકાલ, ખેતરમાં થતા તીડ અટેક, બ્લાઇન્ડ માણસોને રસ્તા ઉપર ચાલવામાં થતી અગવડતા, માર્કેટમાં પાર્કિંગ, ગેસ લીક થાય તો તેના બચાવ, સરળ અને સસ્તી વૉટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એમ્યુલન્સ માટે બજારમાં ઝડપથી રસ્તો આપવો જેવા પ્રોબ્લેમોનુ સમાધાન વિદ્યાર્થીઓએ મોડેલ બનાવી પોતાનો આઈડિયા રજુ કર્યો હતા.

આ ઇવેન્ટ દરમિયાન બેસ્ટ 3 સોલ્યુસનને પ્રોત્સાહિત ઇનામ રૂપિયા 5000/-, 2000/- અને 1000/- ના ચેક હાજર મહેમાનઓ ચીફ ઓફિસર, જિલ્લા ટેઝરી અધિકારી, ડિઝાસ્ટર પ્રોજેક્ટ અધિકારી, વિદ્યામંદિર ટ્રસ્ટના ડિરેક્ટોર અને આચાર્ય પાલનપુરના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપ્યા હતા. જે સ્કૂલ દ્વારા આ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેવી ત્રણ સ્કૂલો કર્ણાવત પ્રાથમિક સ્કૂલ પાલનપુર, આદર્શ પ્રાથમિક સ્કૂલ પાલનપુર,ઈકરા સ્કૂલ ચડોતરને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઇવેન્ટમાં પ્રથમ ઇનામ મેળવનાર સરકારી પોલીટેકનીક પાલનપુરના વિદ્યાર્થી દ્વારા ગેસ લીકેજ અને અકસ્માતનું ટેક્નોલોજીકલ સોલ્યુસન રજુ કર્યું હતું. તથા દ્રિતીય ઇનામ બી એસ પોલીટેકનીક ખેરવાના વિદ્યાર્થીએ મેળવ્યું હતું કે જેને ઈલેકટ્રીક સાયકલ બનાવી અલગ અલગ વિશેષતાઓ સાથે રજુ કરી હતી. ત્રીતીય ઇનામ વિદ્યામંદિર પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીએ મેળવ્યું હતું. આ વિદ્યાર્થીએ પાણીમાં ડૂબતો માણસ પોતાની જાતને બચાવી શકે તેવું ડિવાઇસ બનાવ્યું હતું.

સરકારી પોલીટેકનીક પાલનપુરના એસ.એસ.આઈ.પી.સેલ. દ્વારા જે વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટ અપ સ્થાપના કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. સરકારી પોલીટેકનીક પાલનપુરના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ દ્રારા પણ તેઓના પ્રોજેક્ટ રજુ કરાયા હતા. અને આ વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓના અને સ્કૂલમાંથી મળેલ અભીપ્રાયોથી આવીજ ઇવેન્ટ આવતા વર્ષે પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.