કાર્યક્રમ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીએ 71 કરોડના ખર્ચે બનેલ 2 ઓવરબ્રિજનું ઇ-લોકાપર્ણ કર્યુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદમાં બે ઓવરબ્રિજનું ઇ-લોકાપર્ણ કર્યુ છે. અમદાવાદમાં આજે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કેન્દ્રીય
 
કાર્યક્રમ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીએ 71 કરોડના ખર્ચે બનેલ 2 ઓવરબ્રિજનું ઇ-લોકાપર્ણ કર્યુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદમાં બે ઓવરબ્રિજનું ઇ-લોકાપર્ણ કર્યુ છે. અમદાવાદમાં આજે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું સવારે ઇ-લોકાર્પણ કરવામાં કર્યું છે. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલબેન પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીએ 71 કરોડના ખર્ચે બનેલ 2 ઓવરબ્રિજનું ઇ-લોકાપર્ણ કર્યુ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે કે, સૌરાષ્ટ્રથી અમદાવાદથી જોડાયેલો રસ્તો, નેશનલ હાઇવે રસ્તો પહેલા બે માર્ગીય હતો પછી ચાર માર્ગીય થયો છે. આ રસ્તા પર ઘણો મોટો ટ્રાફિક પસાર થાય છે. જેથી અમે વિચાર્યું કે, આ રસ્તો છ માર્ગીય થાય તો આપણને ફાયદો થાય. જેથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંજૂરીથી શરૂ થયું હતું. આ કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે. જે બાદ 2017માં એક વિચાર આવ્યો કે, અમદાવાદનો હાઇવેથી છેક રાજસ્થાન, દિલ્હી તરફ જતો રસ્તો તે પણ ઘણો સાંકળો હતો. જેથી આ રસ્તાને પણ છ લેન રસ્તા પર કામ ચાલુ છે. કોરોના મહામારીમાં પણ ઝડપી સ્તરે શ્રમિકોને બોલાવીને કામ શરૂ કર્યો છે.