કાર્યક્રમ@બેચરાજી: પ્રાથમિક શાળાનો 25મો રજત જયંતિ સમારોહ યોજાયો

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજીમાં આવેલી હીરા-પ્રભુ લાટીવાલા પ્રાથમિક શાળાનો 25મો રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, વડીલોનો દીર્ઘદ્રષ્ટી અને કોઠાસુઝના કારણે જ આજે સામાજીક વ્યવસ્થાઓ ટકી રહી છે. આ શાળા લાટીવાળા પરિવારની સમાજ માટે
 
કાર્યક્રમ@બેચરાજી: પ્રાથમિક શાળાનો 25મો રજત જયંતિ સમારોહ યોજાયો

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજીમાં આવેલી હીરા-પ્રભુ લાટીવાલા પ્રાથમિક શાળાનો 25મો રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, વડીલોનો દીર્ઘદ્રષ્ટી અને કોઠાસુઝના કારણે જ આજે સામાજીક વ્યવસ્થાઓ ટકી રહી છે. આ શાળા લાટીવાળા પરિવારની સમાજ માટે ઘસાઇને ઉજળા થવાની પરંપરા આગળ વધારી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં આવેલી વર્ષો જુની હીરા-પ્રભુ લાટીવાલા પ્રાથમિક શાળાને 25 વર્ષ પુર્ણ થતાં રજત જયંતિ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષદ લાટીવાલા તરફથી બાળકોને શૈક્ષણિક કીટ અને વોટરબેગનું વિતરણ કરી શાળામાં સુવિધા માટે રૂ.બે લાખનું દાન આપ્યું હતું. આ સાથે જીલ્લા વિકાસ અધિકારીએ પણ શાળામાં બ્લોક પાથરવા રૂ.બે લાખ ગ્રાન્ટ ફાળવવા જાહેરાત કરી હતી. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી દક્ષીણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.સ્મિતાબેન પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલ, દશરથભાઇ લાટીવાલા, ટીડીઓ રણજીત કટારિયા, સરપંચ દેવાંગ પંડ્યા, અગ્રણી અનિલભાઇ લાટીવાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ@બેચરાજી: પ્રાથમિક શાળાનો 25મો રજત જયંતિ સમારોહ યોજાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજથી 25 વર્ષ અગાઉ તીર્થધામ બહુચરાજીમાં એકજ સરકારી પ્રાથમિક શાળા હતી. ત્યારે અનેક બાળકો એકથી દોઢ કિ.મી ચાલીને રેલવે ટ્રેક ઓળંગી ભણવા આવતા હતા. બાળકોને વેઠવી પડતી આ તકલીફને જાતે અનુભવ કરનાર તત્કાલિન સરપંચ હર્ષદભાઇ લાટીવાલાએ તેમના માતા-પિતા પૂર્ણ સ્મરણાર્થે અંબિકાનગર વિસ્તારમાં હીરા-પ્રભુ લાટીવાળા પ્રાથમિક શાળાનું સુંદર ભવન નિર્મોણ કરી સરકારને અર્પણ કર્યું હતું.