કાર્યક્રમ: ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે માં અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે તેવુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. મુખ્યમંત્રીનાં ગઢ એવા સૌરાષ્ટ્ર બાદ નાયબ મુખ્યમંત્રી વિસ્તાર એવા ઉતર ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
કાર્યક્રમ: ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે માં અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે તેવુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. મુખ્યમંત્રીનાં ગઢ એવા સૌરાષ્ટ્ર બાદ નાયબ મુખ્યમંત્રી વિસ્તાર એવા ઉતર ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ પ્રમુખ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત એટલે કે પાટીદાર અને ચૌધરી નેતૃત્વના હબ ગણાતાં તેમજ હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ગઢમાં પ્રવાસ યોજશે. પ્રાથમિક માહિતી મુજબ ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે. સી.આર.પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા થઈને અરવલ્લી ખાતે પ્રવાસની પુર્ણાહુતી કરશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી હોઇ મેળાવડા હોય કે લગ્ન સમારંભ ચોક્કસ ગાઈડલાઈન સાથે યોજવાની પરમિશન છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસમા કાર્યકરો ઉત્સાહ અતિરેક કારણે સોસીયલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલાયું હતું. એટલે કે ભાજપના પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ કોરના મહામારી વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો. હવે ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોએ પાટીલના પ્રવાસ પર સૌ કોઇની નજર છે.