કાર્યક્રમ@હારીજ: 42 ગોળ ઠાકોર સમાજના સ્નેહ મિલન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયાં

અટલ સમાચાર, હારીજ હારીજ તાલુકાના ગામે ગઇકાલે 42 ગોળ ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીના શિક્ષણ ઉત્કર્ષ માટે તેમને શૈક્ષણિક કીટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આગેવાનો દ્રારા આવનાર સમયમાં શૈક્ષણિક વિકાસ માટે તન, મન અને ધનથી વિદ્યાર્થીઓની
 
કાર્યક્રમ@હારીજ: 42 ગોળ ઠાકોર સમાજના સ્નેહ મિલન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયાં

અટલ સમાચાર, હારીજ

હારીજ તાલુકાના ગામે ગઇકાલે 42 ગોળ ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીના શિક્ષણ ઉત્કર્ષ માટે તેમને શૈક્ષણિક કીટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આગેવાનો દ્રારા આવનાર સમયમાં શૈક્ષણિક વિકાસ માટે તન, મન અને ધનથી વિદ્યાર્થીઓની સાથે ઉભા રહેવા હાકલ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામે 42 ગોળ ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીના શિક્ષણ ઉત્કર્ષ માટે 70%થી વધારે ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ ભાઈઓ-બહેનોને કેબિનેટ મંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરના હસ્તે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે સમારંભમાં રમતવીરો અને સરકારી નોકરી મેળવેલ મિત્રોનું પણ સન્માન કરાયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્નેહ મિલન સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે સામાજીક આગેવાન ભાવસિંહ રાઠોડ, સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.વી.ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ બચુજી ઠાકોર, નાગરજી ઠાકોર, ચેહુજી ઠાકોર, દાસબાપુ, ઠાકોર સમાજ પ્રમુખ માનસંગજી, મંત્રી ઉદાજી ઠાકોર તથા 42 ગોળ ઠાકોર સમાજ કમિટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ પોપટજી ઠાકોર ભોજના દાતા બન્યાં તો કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ ઠાકોર અને મંત્રી ઉદાજી ઠાકોર સહિતના દ્રારા કરવામાં આવ્યું હતુ.