કાર્યક્રમ@ખેડબ્રહ્મા: દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા ખાતે આજે જીલ્લા ઓઆઇસીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 52 જેટલા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાધનોના ઉપયોગ થકી દિવ્યાંગ બાળકો સરળતાથી પોતાનું શૈક્ષણિક કાર્ય કરી શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે હેતુથી સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં
 
કાર્યક્રમ@ખેડબ્રહ્મા: દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા ખાતે આજે જીલ્લા ઓઆઇસીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 52 જેટલા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાધનોના ઉપયોગ થકી દિવ્યાંગ બાળકો સરળતાથી પોતાનું શૈક્ષણિક કાર્ય કરી શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે હેતુથી સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@ખેડબ્રહ્મા: દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બીઆરસી પિયુષ જોષીએ જણાવ્યુ હતુ કે, કેમ્પમાં ખેડબ્રહ્મા તાલુકાના દિવ્યાંગ બાળકો પૈકી એમઆર બાળકોને 31 એમએસઆઇડી કીટ, સીપી બાળકોને 08 સીપીચેર, એચઆઇ બાળકો 14 હીયરીંગ એઇડ, ઓએચ બાળકોને 17 કેલી૫રસ, 03 ટ્રાઇસીકલ, 03 વ્હીલચેર, જયારે અંઘ બાળકોને 02 ડેજી પ્લેયર અને 04 બ્રેલકીટ એમ કુલ 82 સાઘનોની સહાય આ૫વામાં આવી હતી.