કાર્યક્રમ@મેઘરજ: કિસાન સંમેલનમાં 150 ખેડૂતોએ કૃષિવિષયક માર્ગદર્શન મેળવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ મેઘરજમાં રીલાયન્સ ફાઉન્ડેશન અને ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના સંયુક્ત ઉપક્રમે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો હતો. અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામવિકાસની સાથે સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. રિલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની પણ અહીંના ખેતી અને પશુપાલન
 
કાર્યક્રમ@મેઘરજ: કિસાન સંમેલનમાં 150 ખેડૂતોએ કૃષિવિષયક માર્ગદર્શન મેળવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

મેઘરજમાં રીલાયન્સ ફાઉન્ડેશન અને ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના સંયુક્ત ઉપક્રમે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો હતો. અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામવિકાસની સાથે સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. રિલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની પણ અહીંના ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા સતત પ્રયત્નશીલ રહેવાનું કામ કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના મેઘરજ તાલુકાના ગામો સાથે પી.સી.એન સ્કૂલ મેઘરજ ખાતે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં મેઘરજ તાલુકાના 150 ખેડૂત મિત્રો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડો જે.આર.પટેલના અધ્યક્ષ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સવમાં ફેરવામાં આવ્યો હતો.

સૂત્રોઅ જણાવ્યું હતુ કે, કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્ષેત્રના ગામોમાંના શ્રેષ્ઠ સક્રિય ખેડૂત આગેવાનોની કામગીરીને બિરદાવવામાં આવી પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સહભાગી થયેલ કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડો જે.આર.પટેલ દ્વારા ખેડૂતોને ઓર્ગેનીક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો કે.વી.કે.ના વિવિધ નિદર્શનો તથા ઓર્ગેનીક ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ@મેઘરજ: કિસાન સંમેલનમાં 150 ખેડૂતોએ કૃષિવિષયક માર્ગદર્શન મેળવ્યું
જાહેરાત

કાર્યક્રમમાં મેઘરજ તાલુકા વિકાસ અધિકારી સુથાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ઓર્ગેનિક ખેતી પદ્ધતિની વિસ્તૃત સમજણ ઉભી થાય તે માટે આવા અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં પર ભાર મુક્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં સરકારી વિભાગના આત્મા દ્વારા અમૃતમ મહોત્સવના ભાગરૂપે ઓર્ગેનિક ડેમો દ્વારા ઉત્પાદિત શાકભાજી સ્ટોલ મુકવામાં મૂકી ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ અંગે સમજણ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેન દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અહીંના વિસ્તારને ધ્યાનમાં રાખીને ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતોના ઉત્થાન માટે જે કામગીરી કરવામાં આવેલ છે તે અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ઉપરાંત ગિરિમાળા કંપનીમાં આગામી બિઝનેશ પ્લાન અંગે પણ સમજ આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.