કાર્યક્રમ@મહેસાણા: AAP પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન, યુવા પ્રમુખે શપથગ્રહણ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે સફળ રીતે પગપેસારો કરનાર આમ આદમી પાર્ટી દ્રારા આજે મહેસાણા જીલ્લાના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહેસાણા જીલ્લાના નવનિયુક્ત યુવા પ્રમુખને નિયુક્તિપત્ર આપવામાં આવ્યુ હતુ. નોંધનિય છે કે,
 
કાર્યક્રમ@મહેસાણા: AAP પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન, યુવા પ્રમુખે શપથગ્રહણ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી)

રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે સફળ રીતે પગપેસારો કરનાર આમ આદમી પાર્ટી દ્રારા આજે મહેસાણા જીલ્લાના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહેસાણા જીલ્લાના નવનિયુક્ત યુવા પ્રમુખને નિયુક્તિપત્ર આપવામાં આવ્યુ હતુ. નોંધનિય છે કે, નવનિયુક્ત પ્રમુખે પાર્ટીને વફાદાર રહેવાના શપથગ્રહણ કરી પદનો સ્વિકાર કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@મહેસાણા: AAP પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન, યુવા પ્રમુખે શપથગ્રહણ કર્યા
નવનિયુક્ત યુવા પ્રમુખને નિમણુંકપત્ર આપતાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ સંગઠન મંત્રી

ઉત્તર ગુજરાતના રાજકારણના એ.પી. સેન્ટર મહેસાણામાં આજે આપ પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. પ્રદેશકક્ષાએથી મહેસાણા જીલ્લાના નવિન પ્રમુખ તરીકે પાંચોટ ગામના ઉત્સાહી યુવા જીજ્ઞેશભાઇ પટેલને સુકાન સોંપવામાં આવ્યુ છે. આજે આમ આદમી પાર્ટીના મહેસાણા જીલ્લાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષે ભાજપ-કોંગ્રેસને માસિયાઇ ભાઇઓ ગણાવી આકરા પ્રહાર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આપ પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે પ્રદેશના હોદ્દેદારો સહિત જીલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તુલીબેન બેનર્જી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત યુવા પ્રમુખ જીજ્ઞેશભાઇએ કાર્યકરોને સાથે રાખવા અને પક્ષને વફાદાર રહેવાના શપથ લઇને પદ સંભાળ્યુ હતુ. નોંધનિય છે કે, આપ પાર્ટીનું મહેસાણા જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય રાધનપુર રોડ પર નિલકંઠ હોટલની સામે કૃષ્ણમ સ્કાયવોર્ક(એસ-34) માં ખોલવામાં આવ્યુ છે.

કાર્યક્રમ@મહેસાણા: AAP પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન, યુવા પ્રમુખે શપથગ્રહણ કર્યા