કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

અટલ સમાચાર, મહેસાણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજે મહેસાણા જીલ્લામાં વિવિધ ખાતમુર્હુત અને લોકાપર્ણમાં ઉપસ્થિત રહ્યા હતા. ના.મુખ્યમંત્રીના જિલ્લામાં રૂ.141 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, મહેસાણા જિલ્લામાં “ન ભુતો ન ભવિષ્યતિ” કામો થવાના છે જેનો લાભ જિલ્લાવાસીઓ અને આગામી પેઢીને મળનાર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજે મહેસાણા જીલ્લામાં વિવિધ ખાતમુર્હુત અને લોકાપર્ણમાં ઉપસ્થિત રહ્યા હતા. ના.મુખ્યમંત્રીના જિલ્લામાં રૂ.141 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, મહેસાણા જિલ્લામાં “ન ભુતો ન ભવિષ્યતિ” કામો થવાના છે જેનો લાભ જિલ્લાવાસીઓ અને આગામી પેઢીને મળનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિવિધ વિકાસકામોના લોકાપર્ણ અને ખાતમુર્હુત કર્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, આજે દિવાળીના પવિત્ર દિવસોમાં જિલ્લાને નાવીન્ય વિકાસના કામોની ભેટ મળી છે. રાજ્યમાં ગામડાઓ અને શહેરોનો સુઆયોજીત વિકાસ માટે રાજ્ય સરકારે નવતર કેડી કંડારી છે. રાષ્ટ્રનો વિકાસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહના નેતૃત્વમાં થઇ રહ્યો છે. રાષ્ટ્રના નાગરિકો આજે સબળ નેતૃત્વમાં સુરક્ષા, સલામતી, સુખાકારી, પ્રતિષ્ઠા અને ગૌરવનો અનુંભવ કરી રહ્યા છે.

કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતુ કે, મહેસાણા જિલ્લાની વિશેષ કાળજી રાખવી મારી જવાબદારી છે. જિલ્લો “નલ સે જલ” યોજના અંતર્ગત અભુતપુર્વ કામ કરી અગ્રેસર રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વિકાસના અનેકવિધ કામો થઇ રહ્યા છે. આગામી સમયમાં ગોઝારીયા સુધીનો ચાર માર્ગીય રસ્તો રૂ.800 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. તેમજ આ રોડ નિર્માણ બાબતે ખેડુતોની 70 હેકટર જમીન સંપાદિત થતી બચી છે જેનો લાભ ખેડુતોને મળ્યો છે. મહેસાણા જિલ્લામાં પાક નુંકશાન સહાય પેટે 67 હજાર અરજીઓ મળી છે જેમાંથી 47 હજાર ખેડુતોને રૂ.56 કરોડ ચુકવી દેવામાં આવેલ છે અને બાકી 25 કરોડની ખેડુતોને ચુકવણી થઇ રહી છે. જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 02 લાખ 72 હજાર ખેડુતોના બેન્ક ખાતામાં રૂ.288 કરોડ આજ દિન સુધી જમા થયા છે. જિલ્લામાં મહેસાણાની ટી.પી સ્કીમ જાહેર થઇ છે જેનો લાભ મહેસાણા શહેરવાસીઓને મળનાર છે.

કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

આ સાથે માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.1,000 કરોડના વિકાસના કામો થયા છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 500 કરોડના વિકાસના કામો મંજુરી અને પ્રગતિમાં છે. આ પ્રસંગે મહેસાણા શહેરના અગ્રણી મહેશ પટેલે જિલ્લામાં થયેલ વિકાસ કામોથી નાગરિકોને અવગત કર્યા હતા. સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર અને ધારાસભ્ય રમણભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યકમમાં નાયબ મુખ્યમંત્રીના સ્વાગત સન્માન સંત સમુદાય, ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં રૂ.141.50 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરી નાયબ મુખ્યમંત્રી જિલ્લા વાસીઓને દિવાળીની ભેટ આપી હતી. જેમાં રૂ 105.50 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને 36 કરોડના વિકાસ કામોનો લાકોર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ

મહેસાણામાં રૂ.65 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અન્ડર પાસનું ખાતમુર્હુત, રૂ.38 કરોડના ખર્ચે મહેસાણા-પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુર્હુત, રૂ.28 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા તાલુકાના જગુદણ રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ, 08 કરોડના ખર્ચે નિર્મતિ મહેસાણા-ગાંધીનગર લીંક રોડ ઉપર માનવ આશ્રમ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર વચ્ચે આવેલ ખારી નદી પર ઓવરબ્રિજનું લોકાર્પણ તેમજ રૂ.2 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર મહેસાણા તાલુકાના નાનીદાઉ-મોટીદાઉ ગામે આવતી રૂપેણ નદી પર પુલનું ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયું હતું.

કાર્યક્રમ@મહેસાણા: ના.મુખ્યમંત્રીના હસ્તે 141 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ

આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નગરપાલિકા પ્રમુખ નવનીત પરમાર, અગ્રણી જશુભાઇ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ, પુર્વ સાંસદ નટુજી ઠાકોર, જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા