કાર્યક્રમ@મોડાસા: પાલિકા પ્રમુખના હસ્તે સહયોગ ચોકડી ખાતે સર્કલ બનાવવાનું ખાતમુહૂર્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મોડાસા સહયોગ ચાર રસ્તા પર દિલ્હી મુંબઈ જતા લોડિંગ વાહનો અને ખૂબ ટ્રાફિકના કારણે કેટલાય લોકોની જીંદગી ગુમાવી દીધી છે. આ તરફ શહેરના સામાજીક કાર્યકરો અને સ્થાનિકોએ મોડાસા બાયપાસના ચાર રસ્તાઓ પર સર્કલ બનાવવાની માંગણી કરી અને તેના એસ્ટીમેન્ટ પણ આપ્યા હતા. તેમ છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી
 
કાર્યક્રમ@મોડાસા: પાલિકા પ્રમુખના હસ્તે સહયોગ ચોકડી ખાતે સર્કલ બનાવવાનું ખાતમુહૂર્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોડાસા સહયોગ ચાર રસ્તા પર દિલ્હી મુંબઈ જતા લોડિંગ વાહનો અને ખૂબ ટ્રાફિકના કારણે કેટલાય લોકોની જીંદગી ગુમાવી દીધી છે. આ તરફ શહેરના સામાજીક કાર્યકરો અને સ્થાનિકોએ મોડાસા બાયપાસના ચાર રસ્તાઓ પર સર્કલ બનાવવાની માંગણી કરી અને તેના એસ્ટીમેન્ટ પણ આપ્યા હતા. તેમ છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નહતી. આ તરફ એક મોટા કન્ટેનરની અડફેટે એક ગર્ભવતી મહિલાનું દુઃખદ મોત થતાં શહેરના વિવિધ સમાજના લોકોએ હલ્લાબોલ કરી ચક્કાજામ કર્યો હતો. જેમાં મુખ્ય આંદોલન સમિતિના અધ્યક્ષ જલ્પાબેન હતા જેઓ મોડાસા નગરપાલિકા ના પ્રમુખ તરીકે બિરાજમાન થતા પહેલું મુખ્ય કામ આજે સહયોગ ચાર રસ્તા ખાતે સર્કલ બનાવવા માટેની ખાતમુહૂર્ત કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર દ્વારા સહયોગ ચાર રસ્તા ખાતે સર્કલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ખાતમુહૂર્ત વિધિમાં નગરના આગેવાનો કર્મચારીઓ અને પ્રજાજનો હાજર રહ્યા હતા અને સર્કલ બનાવવાની ઉત્તમ વિચારધારાની પ્રસંશા કરી રહ્યા હતા. જલ્પાબેને નગરજનો અને આમ જનતા વાહનચાલકોની વિવિધ ટ્રાફિક સહિતની સમસ્યાઓની કાયમી નિકાલ માટે સર્કલ બનાવી જનસુખમાં કામગીરી ઝડપી પૂર્ણ કરવાની ખાત્રી આપતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.