કાર્યક્રમ@વિસનગર: ગ્રુપ વીમાના 22 કેસોનું નિરાકરણ થતાં APMC દ્રારા ચેક વિતરણ

અટલ સમાચાર, વિસનગર (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે આજે વિસનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત વીમા પોલિસીમાં 22 ગ્રાહકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા પ્રત્યેક વ્યક્તિદીઠ રૂ.1.50 લાખની ગ્રુપ પર્સનલ અકસ્માત વીમા પોલિસી લેવામાં આવી હતી. જે સમયગાળા દરમિયાન 25 કેસોના દાવાની અવગણના કરી વીમા કંપની દ્વારા વળતર ચૂકવાયું
 
કાર્યક્રમ@વિસનગર: ગ્રુપ વીમાના 22 કેસોનું નિરાકરણ થતાં APMC દ્રારા ચેક વિતરણ

અટલ સમાચાર, વિસનગર (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે આજે વિસનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત વીમા પોલિસીમાં 22 ગ્રાહકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા પ્રત્યેક વ્યક્તિદીઠ રૂ.1.50 લાખની ગ્રુપ પર્સનલ અકસ્માત વીમા પોલિસી લેવામાં આવી હતી. જે સમયગાળા દરમિયાન 25 કેસોના દાવાની અવગણના કરી વીમા કંપની દ્વારા વળતર ચૂકવાયું ન હતું. જેને લઇ ચેરમેન અને સેક્રેટરી દ્રારા ગ્રાહક તકરાર ફોરમમાં વીમા કંપની વિરૂધ્ધ અરજીઓ દાખલ કરાયા બાદ નિરાકરણ આવતાં ચેક વિતરણ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@વિસનગર: ગ્રુપ વીમાના 22 કેસોનું નિરાકરણ થતાં APMC દ્રારા ચેક વિતરણ

મહેસાણા જીલ્લાની વિસનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા તાલુકાના 5થી 70 વર્ષની વયના કાયમી રહીશોની પ્રત્યેક વ્યક્તિદીઠ રૂ.1.50 લાખની ગ્રુપ પર્સનલ અકસ્માત વીમા પોલિસી લેવામાં આવી હતી. જે સમયગાળા દરમિયાન 25 કેસોના દાવાની અવગણના કરી વીમા કંપની દ્વારા વળતર ચૂકવાયું ન હતું. જેથી એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ અને સેક્રેટરી કમલેશભાઈ દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં વીમા કંપની વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં વકીલોની દલીલો બાદ વીમા કંપની દ્વારા 22 કેસોનું નિરાકરણ કરી તેમને વીમા પોલિસીની કિંમત અને વ્યાજ સહિત ચૂકવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 22 કેસનું નિરાકરણ થતા એપીએમસી હોલ ખાતે ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એપીએમસી દ્વારા ગ્રુપ વીમા પોલિસીના 22 ગ્રાહકોને રકમ અને વ્યાજ સહિતનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિસનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, સેક્રેટરી અને બોર્ડના તમામ સભ્યોના અથાગ પ્રયત્નો થકી 22 ગ્રાહકોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.