કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા-પાટણ કોરોના કહેર વચ્ચે આજે પાટણ અને મહેસાણા જીલ્લામાં આંગણવાડીઓના 3થી 6 વર્ષના બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લાની 1,427 આંગણવાડીઓના 31,227 બાળકોને ગણવેશનું વિતરણ કરાયુ હતુ. આ સાથે મહેસાણામાં આંગણવાડીના 60,123 બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં તો મહેસાણામાં કલેક્ટર ઉદિત
 
કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા-પાટણ 

કોરોના કહેર વચ્ચે આજે પાટણ અને મહેસાણા જીલ્લામાં આંગણવાડીઓના 3થી 6 વર્ષના બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લાની 1,427 આંગણવાડીઓના 31,227 બાળકોને ગણવેશનું વિતરણ કરાયુ હતુ. આ સાથે મહેસાણામાં આંગણવાડીના 60,123 બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં તો મહેસાણામાં કલેક્ટર ઉદિત અગ્રવાલ અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણમાં યોજાયેલ કાર્યક્રમ

પાટણ જીલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની તમામ આંગણવાડીઓમાં જતા બાળકોના પ્રતિકરૂપે ઉપસ્થિત રહેલા બાળકોને ગણવેશ અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે ,સમગ્ર રાજ્યની આંગણવાડીના 03થી 06 વર્ષના બાળકોને રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ આપવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાની 1,427 આંગણવાડીઓના 31,227 બાળકોને બે-બે જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ખાનગી શાળાઓની જેમ યુનિફોર્મના કારણે આંગણવાડીના બાળકોની પણ આગવી ઓળખ ઉભી થશે.સાથે જ આ બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરી ગણવેશની સાથે સાથે માસ્ક, સેનેટાઈઝર, રૂમાલ અને હાઈજીન કીટ પણ આપવામાં આવી છે.

કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

આ સાથે પાટણ જિલ્લાને કુપોષણમુક્ત કરવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં આંગણવાડી કાર્યકરોએ ડોર-ટુ-ડોર સરવે કર્યો હતો અને હાલની સ્થિતિમાં મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે જનજાગૃતિ સહિતની કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આવી જ શ્રેષ્ઠ કામગીરી કુપોષણ નિવારણ માટે પણ કરવાની છે. મને વિશ્વાસ છે કે આંગણવાડી કાર્યકરો આગામી એક વર્ષમાં જિલ્લાને કુપોષણમુક્ત કરવા સક્ષમ છે.

કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, આંગણવાડીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનું મહત્વનું સોપાન છે. આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે દેશના ઉજ્જવળ ભાવી માટે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ, યુવા પ્રવૃત્તિ સમિતિ, પાટણના ચેરપર્સન સેજલબેન દેસાઈ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, તમામ સી.ડી.પી.ઓ તથા મુખ્ય સેવિકાઓ ઉપરાંત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણામાં યોજાયેલ કાર્યક્રમ

રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત રાજ્યમાં 53029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મ થી આગળી ઓળખ મળી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કુપોષણની સ્થિતિમાં સુધારો થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ છે. જિલ્લામાં કુપોષણ નાબુદી માટે વાલીઓ દ્વારા પણ બાળકો બહારનું ખાવાનું ટાળે તે માટે જાગૃત થવા અપીલ કરી હતી. સરકાર દ્વારા બાળકોને ગણવેશ આપી આંગણવાડીના બાળકોને નવી ઓળખ આપી છે. જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, કુપોષણ મુદ્દે મહેસાણા જિલ્લાની સ્થિતિ સારી છે. મહેસાણા જિલ્લામાં એક પણ બાળક કુપોષીત ન રહે તે માટે તંત્ર હમેશાં પ્રયત્નશીલ રહ્યું છે.મહેસાણા જિલ્લો બેટી બચાવો, બેટી પઢાઓ, સુપોષણ યુક્ત જિલ્લો સહિત વિવિધ સામાજિક અભિયાનોમાં અગ્રેસર રહ્યો છે.

કાર્યક્રમ@ઉ.ગુ: આંગણવાડીઓના બાળકોને ગણવેશનું વિતરણ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા

મહેસાણા જિલ્લામાં 60,123 આંગણવાડીના 03થી 06 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 100 ટકા શૌચાલય, 100 ટકા વીજકરણ, 100 પાણી જોડાણ સહિત 100 ટકા ગેસ જોડાણ આપી નવીન સિધ્ધી મેળવી છે. જિલ્લાની 1900 જેટલી આંગણવાડીઓમાંથી 1805 આંગણવાડીઓ સરકારી મકાન ધરાવે છે. આજે યોજાયેલ કાર્યક્રમમાં મહેસાણા ખાતેથી નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય સહિત આઇ.સી.ડીફએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.