પ્રતિબંધ: INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો, ખરીદનારને પાઠવી નોટીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટે નૌકાદળમાંથી દુર કરવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, હાલમાં જહાજ જે સ્થિતિમાં છે તે યથાવત્ રહેશે. આ સાથે જ કોર્ટે ખરીદનારને પણ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એવું કહેવામાં આવ્યું છે કે, એક જૂથ
 
પ્રતિબંધ: INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો, ખરીદનારને પાઠવી નોટીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટે નૌકાદળમાંથી દુર કરવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, હાલમાં જહાજ જે સ્થિતિમાં છે તે યથાવત્ રહેશે. આ સાથે જ કોર્ટે ખરીદનારને પણ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એવું કહેવામાં આવ્યું છે કે, એક જૂથ તેને ભવિષ્ય માટે સાચવવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ખરીદનારે તેને ભંગાર બનાવવા માટે જ ખરીદ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક અરજદારે કહ્યું કે, તેને તોડવા કરતાં તેને મ્યુઝીયમમાં ફેરવવું વધુ હિતકારી છે. વિમાનવાહક INS વિરાટને 1987માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને વર્ષ 2017માં નૌકાદળમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક જૂથ દ્વારા તેને હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. ભારતીય દરિયાઇ ધરોહરનું પ્રતીક યુદ્ધ જહાજ ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં લાંગરવામાં આવ્યું છે.