કાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અલકાયદાના મોટા નેટવર્કની માહિતી મેળવતા આ સાથે જોડાયેલા નવ જેટલા સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી લીધી છે. NIAએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા અલકાયદા મૉડ્યૂલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ માટે કેરળ અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે દરોડાં કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાં અલકાયદાને લઈને
 
કાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અલકાયદાના મોટા નેટવર્કની માહિતી મેળવતા આ સાથે જોડાયેલા નવ જેટલા સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી લીધી છે. NIAએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા અલકાયદા મૉડ્યૂલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ માટે કેરળ અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે દરોડાં કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાં અલકાયદાને લઈને સાવ નવા મામલા અંગે કરવામાં આવ્યા છે. દરોડાંની કાર્યવાહી કેરળના અર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કરવામાં આવી હતી.

કાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ
જાહેરાત

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા કેરળના અર્નાકુલમમાંથી ત્રણ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી છ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ તમામ દેશમાં મોટો આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર ઘડી રહ્યા હતા. એનઆઈએ તરફથી જે આતંકીઓની ધરપકડ કરી છે તેમાંથી મોટા ભાગના આતંકીઓની ઉંમર 20 વર્ષની આસપાસ જણાવવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા અલકાયદાના આતંકીઓ ઇઝરાયેલ સાંસ્કૃતિક અને ધાર્મિક સેન્ટરને નિશાન બનાવવાના હતા. આ આતંકીઓ 18 સપ્ટેમ્બરથી 11 ઓગસ્ટ વચ્ચે યહૂદી ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં અલગ અલગ સ્થળે ઇઝરાયેલના લોકો પર હુમલો કરવાના હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એનઆઈએને બાતમી મળી હતી કે અલકાયદા, ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે અનેક આંતકી દેશના પ્રતિષ્ઠિત સંસ્થાઓની રેકી કરી ચુક્યા છે અને બહુ ઝડપથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આવી બાતમી બાદ તપાસ એજન્સીએ પોતાના નેટવર્કને કામે લગાડ્યું હતું. તપાસમાં માલુમ પડ્યું કે અમુક આતંકીઓ કેરળ અને પશ્ચિમ બંગાળમાં છૂપાયેલા છે. આ લોકો કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાદમાં આજે સવારે NIAએ અર્નાકુલમ અને મુર્શિદાબાદમાં અનેક સ્થળે એક સાથે દરોડાં કર્યાં હતાં. દરોડાં દરમિયાન અલકાયદાના પાકિસ્તાન પ્રાયોજિત મૉડ્યુલ સાથે જોડાયેલા નવ આતંકીઓની ધરપકડ કરી હતી.