વિરોધ@બેચરાજી: પાણી નહિ છોડાતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી

અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર) શંખલપુર સહિત ૩૦ જેટલા ગામોના ખેડૂતોએ આજે કેનાલમાં બેસી રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો છે. કેનાલોમાં પાણી નહિ છોડવામાં આવતા ઊભો પાક સુકાઈ ગયો હોવાથી ખેડૂતો લાલઘૂમ બન્યા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર પંથકમાંથી પસાર થતી માનાવડા ડીસ્ટીબ્યુટ્રી
 
વિરોધ@બેચરાજી: પાણી નહિ છોડાતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી

અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર)

શંખલપુર સહિત ૩૦ જેટલા ગામોના ખેડૂતોએ આજે કેનાલમાં બેસી રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો છે. કેનાલોમાં પાણી નહિ છોડવામાં આવતા ઊભો પાક સુકાઈ ગયો હોવાથી ખેડૂતો લાલઘૂમ બન્યા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર પંથકમાંથી પસાર થતી માનાવડા ડીસ્ટીબ્યુટ્રી કેનાલમાં છેલ્લા 10 દિવસ થી પાણી બંધ હોવાથી ખેડૂતો લાલઘૂમ બન્યા છે. આજે મોટી સંખ્યામાં એકઠા થઇ ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. પાણી બંધ હોવાથી લગભગ ૩૦ જેટલા ગામો ના ખેડૂતો એ વાવેલ પાકો અત્યારે પાણી વગર સુકાઈ રહ્યા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે.

વિરોધ@બેચરાજી: પાણી નહિ છોડાતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી