વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર દેશભરના ખેડૂતો હાલ વિવાદિત ત્રણ કૃષિકાયદાને લઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઇ આજે અપાયેલા રેલરોકો આંદોલનને લઇ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્રારા ધાનેરા રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે રેલ્વે પોલીસ દ્રારા અનેક ખેડૂત આગેવાનો સહિતનાની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે
 
વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દેશભરના ખેડૂતો હાલ વિવાદિત ત્રણ કૃષિકાયદાને લઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઇ આજે અપાયેલા રેલરોકો આંદોલનને લઇ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્રારા ધાનેરા રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે રેલ્વે પોલીસ દ્રારા અનેક ખેડૂત આગેવાનો સહિતનાની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા રેલ્વે સ્ટેશન ખાતે આજે રાષ્ટ્રિય કિસાન સંગઠન દ્રારા રેલરોકો આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ હતુ. જ્યાં રાષ્ટ્રિય કિસાન સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક અને જીલ્લા પ્રમુખ વી.કે.કાગની આગેવાની હેઠળ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે રેલ્વે પોલીસ દ્રારા તમામ ખેડૂતોને અટકાવી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. આ તરફ ખેડૂતોએ ત્રણ વિવાદિત કૃષિકાનૂન પરત લેવા માંગ કરી હતી.

વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલનનું એલાન કર્યુ છે. જેને લઇ દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોનું રેલ રોકો અભિયાનની અસર કરી રહ્યું છે. અંબાલામાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા છે, જ્યારે દિલ્હીની આસપાસ પણ ખેડૂતોએ ટ્રેક પર બેસી ગયા છે.

વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત

આ સાથે બિહાર, પંજાબ, હરિયાણામાં પણ આંદોલનની અસર છે. આ તરફ ગુજરાતના ધાનેરામાં પણ રેલ રોકો આંદોલન કરવા ગયેલા આંદોલનકારીઓને પોલીસે અટકાવી દીધા હતા.

વિરોધ@ધાનેરા: કિસાન આંદોલનના સમર્થનમાં રેલરોકો આંદોલન, અનેકની અટકાયત
જાહેરાત