વિરોધઃ ફ્રાન્સમાં પયગંબરના કાર્ટૂન બતાવનાર શિક્ષકની હત્યાના પડઘા વડોદરામાં પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક ફાન્સમાં થયેલી ધાર્મિક હિંસાના પડઘા વડોદરા સુધી પહોચ્યા છે. વડોદરામાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો બાયકોટ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા ફ્રાન્સમાં પયગંબર સાહેબના કાર્ટૂનને ક્લાસમાં બતાવનાર એક હિસ્ટ્રી શિક્ષકની હત્યા કરાઈ હતી. ત્યાર પછી સરકાર ફ્રાન્સમાં ઈસ્લામિક સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેના પગલે વડોદરાના મુસ્લિમ વિસ્તારમાં ફાન્સના રાષ્ટ્રપતિ
 
વિરોધઃ ફ્રાન્સમાં પયગંબરના કાર્ટૂન બતાવનાર શિક્ષકની હત્યાના પડઘા વડોદરામાં પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ફાન્સમાં થયેલી ધાર્મિક હિંસાના પડઘા વડોદરા સુધી પહોચ્યા છે. વડોદરામાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો બાયકોટ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા ફ્રાન્સમાં પયગંબર સાહેબના કાર્ટૂનને ક્લાસમાં બતાવનાર એક હિસ્ટ્રી શિક્ષકની હત્યા કરાઈ હતી. ત્યાર પછી સરકાર ફ્રાન્સમાં ઈસ્લામિક સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેના પગલે વડોદરાના મુસ્લિમ વિસ્તારમાં ફાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોનોને બાયકોટ કરતા પોસ્ટર લગાવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હકીકતમાં 16 ઓક્ટોબરના રોજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને એક ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીએ પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટુન બતાવ્યું હતું. આ ટીચરનું ગળું ચીરી નાખીને હત્યા કરી દેવાતા ફ્રાન્સમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટીચરને શ્રદ્ધાંજલિ આપતા આ ઘટનાને ઈસ્લામિક આતંકવાદ ગણાવી હતી. ત્યારથી જ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું અભિયાન ચાલુ છે.