આંદોલન@ગુજરાત: LRD પ્રદર્શનકારીઓની અટકાયત, અન્નજળ ત્યાગની ચીમકીથી મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ભરતી બાબતે અન્નજળ ત્યાગ કરવાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો તેમની બેઠક વધારવાના મામલે આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમની સમષ્યાનુ નિરાકરણ હજુ સુધી નહી આવતા તેઓએ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે પુરૂષ ઉમેદવારો અવાર-નવાર ગાંધીનગર ખાતે પોતાનો અવાજ બુલંદ કરી ચુક્યા
 
આંદોલન@ગુજરાત: LRD પ્રદર્શનકારીઓની અટકાયત, અન્નજળ ત્યાગની ચીમકીથી મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ભરતી બાબતે અન્નજળ ત્યાગ કરવાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો તેમની બેઠક વધારવાના મામલે આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમની સમષ્યાનુ નિરાકરણ હજુ સુધી નહી આવતા તેઓએ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે પુરૂષ ઉમેદવારો અવાર-નવાર ગાંધીનગર ખાતે પોતાનો અવાજ બુલંદ કરી ચુક્યા છે. પરંતુ પોલીસ દ્વારા તેમની વાંરવાર અટકાયત કરી ઘરે પરત કરી દેવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પોલીસમાં એલઆરડીની ભરતી પ્રક્રીયા વખતે 9713 જેટલા ઉમેદવારોની જગ્યા પાડવામાં આવી હતી. જૈ પૈકી 6636 જગ્યાઓ પુરુષો માટે તથા 3077 જેટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. પરંતુ આ મામલે મહિલા ઉમેદવારોએ વિરોધ કરતા સરકારે નિર્ણય લઈ 2485 બેઠકો વધારી દીધી હતી. જેથી મહિલાઓને મળેલા 33 ટકા આરક્ષણની જગ્યાએ 46 ટકા શીટો રીઝર્વ થઈ ગઈ હતી. જેથી પુરૂષ ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાથી તેઓ ગાંધીનગર ખાતે આ મામલે અવાર-નવાર આંદોલન કરી ચુક્યા છે.

સુત્રો અનુસાર અનલોક બાદ એલઆરડી પુરૂષ ઉમેદવારોની આંદોલન ચલાવે એ પહેલાં જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં 100 થી વધુ આંદોલનકારી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. જેથી આ મામલે આગામી સમયમાં એલઆરડી ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગની ચીમકી ઉચ્ચારી છે.