વિરોધ@લાખણી: મગફળીની ખરીદી માટે નોંધણી નહીં થતાં ખેડૂતોનો હોબાળો

અટલ સમાચાર,લાખણી કોરોના મહામારી વચ્ચે લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યુ છે. આજથી શરૂ થયેલા ટેકાના ભાવ માટેની નોંધણી ન થતાં હોબાળો થયાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ તરફ ગ્રામ પંચાયતના વી.સી.ઇ. હડતાલને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામ પંચાયતમાં નોંધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના
 
વિરોધ@લાખણી: મગફળીની ખરીદી માટે નોંધણી નહીં થતાં ખેડૂતોનો હોબાળો

અટલ સમાચાર,લાખણી

કોરોના મહામારી વચ્ચે લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યુ છે. આજથી શરૂ થયેલા ટેકાના ભાવ માટેની નોંધણી ન થતાં હોબાળો થયાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ તરફ ગ્રામ પંચાયતના વી.સી.ઇ. હડતાલને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામ પંચાયતમાં નોંધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિરોધ@લાખણી: મગફળીની ખરીદી માટે નોંધણી નહીં થતાં ખેડૂતોનો હોબાળો

બનાસકાંઠા જીલ્લાના લાખણી ખાતે આજે ખેડૂતોએ મગફળીની નોંધણી બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતોમાં નોંધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્રારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે પ્રથમ દિવસે જ ભારે હોબાળો થયાનું સામે આવતાં ચિંતાજનક સ્થિતિ બની છે.

વિરોધ@લાખણી: મગફળીની ખરીદી માટે નોંધણી નહીં થતાં ખેડૂતોનો હોબાળો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પડતર માંગોને લઇ હાલ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો હડતાલ ઉપર ઉતર્યા છે. આ તરફ આજથી શરૂ થયેલ નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડતાં તેઓ આજે સવારે પુરવઠા વિભાગના ગોડાઉનમાં એકઠા થયા હતા. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી નહિ થતાં પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિરોધ@લાખણી: મગફળીની ખરીદી માટે નોંધણી નહીં થતાં ખેડૂતોનો હોબાળો