વિરોધ@મોડાસા: એન્જીનિયરીંગ કોલેજોમાં બેઠકો ઘટાડાતા ABVP લાલઘૂમ

અટલ સમાચાર, મોડાસા મોડાસાની સરકારી કોલેજ આગળ એબીવીપી અને વિદ્યાર્થીઓએ એન્જીનિયરિંગની બેઠકો યથાવત રાખવા માંગ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને પોલીટેકનીકમાં રાજ્યભરમાં બેઠકોનો ધરખમ ઘડાટો કરવામાં આવ્યો છે. જેને લઇ ઠેર-ઠેર અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વિરોધ@મોડાસા: એન્જીનિયરીંગ કોલેજોમાં બેઠકો ઘટાડાતા ABVP લાલઘૂમ

અટલ સમાચાર, મોડાસા

મોડાસાની સરકારી કોલેજ આગળ એબીવીપી અને વિદ્યાર્થીઓએ એન્જીનિયરિંગની બેઠકો યથાવત રાખવા માંગ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને પોલીટેકનીકમાં રાજ્યભરમાં બેઠકોનો ધરખમ ઘડાટો કરવામાં આવ્યો છે. જેને લઇ ઠેર-ઠેર અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાની સરકારી કોલેજ આગળ એબીવીપી અને વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મોડાસાના શામળાજી રોડ પર આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજના પ્રવેશદ્વાર આગળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નોંધનિય છે કે, શિક્ષણ વિભાગે રાજ્યભરની 11 કોલેજની 14 બ્રાન્ચમાં ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજની 2549 તથા ડિપ્લોમાની 6837 બેઠકો ઘટાડવાનો નિર્ણય કરતા તેમજ પૂર્વમાં સરકાર દ્વારા સ્વનિર્ભર કોલેજોને 50% મેનેજમેન્ટ ક્વોટા ફાળવવામાં આવ્યાં છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે, સરકાર દ્વારા આ નિર્ણય પર પુનઃ વિચારણા કરી તેને ત્વરીત બદલવામાં આવે છે. જેને લઇ ગુરૂવારે મોટી સંખ્યામાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો, આગેવાનો અને મોડાસા સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આક્રોશ પૂર્વક સરકારની નીતિનો વિરોધ કરી આક્રોશ ઠાલવ્યો હતો.