વિરોધ@મોડાસા: હિટ એન્ડ રનની ઘટનામાં યુવકના મોત બાદ ચક્કાજામ

અટલ સમાચાર, મોડાસા મોડાસામાં આજે વહેલી સવારે મોર્નિગ વોક પર નીકળેલા યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા બાદ ભારે વિરોધ કર્યો હતો. આ સાથે મૃતક યુવકના પરિવારજનોએ ઘટનાના 5 કલાક બાદ પણ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ચકચાર મચી ગઇ છે. હાઇવે રોડ ઉપર છાશવારે હીટ એન્ડ રનની ઘટનાઓ ઘટતી હોય
 
વિરોધ@મોડાસા: હિટ એન્ડ રનની ઘટનામાં યુવકના મોત બાદ ચક્કાજામ

અટલ સમાચાર, મોડાસા

મોડાસામાં આજે વહેલી સવારે મોર્નિગ વોક પર નીકળેલા યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા બાદ ભારે વિરોધ કર્યો હતો. આ સાથે મૃતક યુવકના પરિવારજનોએ ઘટનાના 5 કલાક બાદ પણ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ચકચાર મચી ગઇ છે. હાઇવે રોડ ઉપર છાશવારે હીટ એન્ડ રનની ઘટનાઓ ઘટતી હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં વહેલી સવારે મોર્નિગ વોક પર નીકળેલા વીજકર્મીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. જેને લઇ સ્થાનિકો અને પરિવારજનોએ મોટી સંખ્યામાં ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ વારંવાર આ રોડ પર ડિવાઇડર અને સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગણી કરી હતી. વિફરેલા સ્થાનિકોએ પાંચ કલાક સુધી લાશ સ્વીકારી ન હતી. આખરે પોલીસે દરમિયાગીરી કરીને લોકોને સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. પૂર્વ કોર્પોરેટર પણ રોડ પર બમ્પ અને ડિવાઈડરની કરી માંગણી સાથે વિરોધમાં જોડાયા હતા.

વિરોધ@મોડાસા: હિટ એન્ડ રનની ઘટનામાં યુવકના મોત બાદ ચક્કાજામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર અકસ્માતની ઘટનાને કારણે સ્થાનિકોએ ડિવાઇડર અને સ્પીડબ્રેકર બનાવવા માંગ કરેલી છે. આજે અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના પરિવારજનો અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે મોડાસા-મેઘરજ રોડ ઉપર લોકોએ ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ 5 કલાક બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.