વિરોધ@પાલનપુર: મહિલા દિવસે જ ગૃહિણીઓએ પાણીની સમસ્યાથી કંટાળી માટલા ફોડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર આજે વિશ્વ મહિલા દિવસે જ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. પાલનપુરમાં ચાર સોસાયટીમાં પંદર દિવસથી પાણી ન મળતું હોય અને વારંવારની રજૂઆતો છતા પાણી ન મળવાને કારણે તંત્રને જગાડવા માટલા ફોડી વિરોધ કરાયો હતો. પીવાના પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા
 
વિરોધ@પાલનપુર: મહિલા દિવસે જ ગૃહિણીઓએ પાણીની સમસ્યાથી કંટાળી માટલા ફોડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

આજે વિશ્વ મહિલા દિવસે જ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. પાલનપુરમાં ચાર સોસાયટીમાં પંદર દિવસથી પાણી ન મળતું હોય અને વારંવારની રજૂઆતો છતા પાણી ન મળવાને કારણે તંત્રને જગાડવા માટલા ફોડી વિરોધ કરાયો હતો. પીવાના પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા પૈસા ખર્ચીને પાણી મંગાવવુ પડતું હોવાથી ચાર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરના ગણેશપુરા વિસ્તારની ચિત્રકૂટ સહિત ચાર સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી મળતું ના હોય સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આજે વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓએ પાણીની સમસ્યાથી પરેશાન થઇ માટલાં ફોડી વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા પૈસા ખર્ચીને પાણી મંગાવ પડતું હોવાથી ચાર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.