વિરોધ@સરસ્વતી: સુજલામ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો અનોખો રોષ, કબડ્ડી રમી લીધી

અટલ સમાચાર, સરસ્વતી સરસ્વતી તાલુકાના ખેડૂતોએ સુજલામ-સુફલામમાં પાણીની માંગ સાથે આજે કેનાલમાં ઉતરી વિરોધ કર્યો છે. રવી સીઝનમાં પાણી નહી મળતાં કૃષિપાક સંકટમાં મુકાતાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની છે. જેને લઇ આજે પંથકના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કેનાલની અંદર ઉતરી કબડ્ડી રમી વિરોધ પ્રગટ કર્યો હતો. આ સાથે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં
 
વિરોધ@સરસ્વતી: સુજલામ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો અનોખો રોષ, કબડ્ડી રમી લીધી

અટલ સમાચાર, સરસ્વતી

સરસ્વતી તાલુકાના ખેડૂતોએ સુજલામ-સુફલામમાં પાણીની માંગ સાથે આજે કેનાલમાં ઉતરી વિરોધ કર્યો છે. રવી સીઝનમાં પાણી નહી મળતાં કૃષિપાક સંકટમાં મુકાતાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની છે. જેને લઇ આજે પંથકના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કેનાલની અંદર ઉતરી કબડ્ડી રમી વિરોધ પ્રગટ કર્યો હતો. આ સાથે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાંથી પસાર થતી સુકીભઠ્ઠ સુજલામ-સુફલામ કેનાલમાં આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સિંચાઈના પાણીને લઇ ખેડૂતોએ ભારે રોષ પ્રગટ કરી આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો છે. શિયાળુંપાકની વાવણી ટાંણે સુજલામ કેનાલમાં પાણી આવવાની રાહ જોયા બાદ અચાનક નારાજગી રજૂ કરી છે. જેમાં પ૦થી વધુ ખેડૂતોએ કેનાલમાં ઉતરી પાણીની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે કબડ્ડીની રમત રમી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિરોધ@સરસ્વતી: સુજલામ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો અનોખો રોષ, કબડ્ડી રમી લીધી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રવિ સીઝન ટાંણે જ સરસ્વતી-સિદ્ધપુર પંથકના ગામોને સુજલામ-સુફલામ કેનાલના પાણી નહી મળતાં નારાજ બન્યાં છે. રવિ પાકના વિકાસ અને ક્યાંક અસ્તિત્વ સામે પણ સવાલો ઉભા થતાં ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યાં છે. મોંઘા ભાવના બિયારણો લાવી ખેડૂતોએ વાવણી કર્યા બાદ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવતાં ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે.