વિરોધ@સુરેન્દ્રનગર: રેલવેના ખાનગીકરણ સામે કર્મચારીઓનું પ્રદર્શન, હડતાલની ચિમકી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન (રાજકોટ ડીવીઝન) દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં યુનિયન મંડળના કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે ટુંક સમયમાં જો માંગણીઓ નહી સંતોષાય તો હડતાલ કરવાની પણ ચીમકી આપી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
વિરોધ@સુરેન્દ્રનગર: રેલવેના ખાનગીકરણ સામે કર્મચારીઓનું પ્રદર્શન, હડતાલની ચિમકી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન (રાજકોટ ડીવીઝન) દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં યુનિયન મંડળના કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે ટુંક સમયમાં જો માંગણીઓ નહી સંતોષાય તો હડતાલ કરવાની પણ ચીમકી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર ગઇકાલે સાંજે રેલવેના ખાનગી કરણને લઇ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સમગ્ર મામલે વધુ વિગત આપતા યુનિયન મંડળે જણાવ્યું હતું કે, રેલવેના વિવિધ પ્રશ્નોને ઉકેલવાની માંગ સાથે પશ્ચિમ રેલવે યુનિયન કર્મચારી મંડળના ઘનશ્યામસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ હિમાંશુ ભાઈ(રિટાયર્ડ સિટીઆઈ), બી આર કરદમ, એસ.કે.સિંહા, ચન્દ્રસિંહ, વ્યાસજી (સિગ્નલ), નરેન્દ્ર મિશ્રા, મહેબૂબભાઈ, નમો નારાયણ મિના(એસ.સી.એસ.ટી.એસોસિયેશન) તથા સુરેન્દ્રનગરના બધા યુવાસાથી, મહિલાસાથી, ટ્રેફિક(ગાર્ડ/માસ્ટર) મિકેનિકલ(લોકો/ કેરેજ), કોમર્શિયલ, ઇલેક્ટ્રિક, ટી.આર.ડી, એન્જીનીયરીંગ, મેડિકલ, આઈ.ઓ.ડબલ્યુ તથા રેલવેના બધા કર્મચારીઓ આજે સાંજે સુરેન્દ્રનગર સ્ટેશન પર કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કર્મચારીઓએ વિવિધ માંગણીઓ જેવી કે બોનસનો આદેશ તુરંત જાહેર કરો, રેલવેનું નિજીકરણ બન્ધ કરો સહિત્ના મુદ્દા પર કર્મચારીઓએ તમામ બાબતો માટે વિરોધ દર્શાવી પ્રશાસનને કર્મચારીઓની એકતા દેખાડી હતી. આ સાથે જો કર્મચારીની માંગણી નહિ સંતોષવામાં આવે તો કર્મચારી હડતાળ કરવાથી પાછળ નહિ રહે તેવી ચીમકી આપવામાં આવી હતી.