વિરોધઃ ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ, ભૂખ હડતાળ હજી પણ ચાલું

અટલ સમાચાર, ડેસ્ક ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઈને ખેડૂતો આજે બેઠક કરશે. એમાં પંજાબ અને રાષ્ટ્રીય કિસાન સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહિ. સરકાર તરફથી રવિવાર રાતે ખેડૂતોને વાતચીતનું આમંત્રણ આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ખેડૂત નેતા હન્ના મુલાએ
 
વિરોધઃ ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ, ભૂખ હડતાળ હજી પણ ચાલું

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઈને ખેડૂતો આજે બેઠક કરશે. એમાં પંજાબ અને રાષ્ટ્રીય કિસાન સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહિ. સરકાર તરફથી રવિવાર રાતે ખેડૂતોને વાતચીતનું આમંત્રણ આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ખેડૂત નેતા હન્ના મુલાએ કહ્યું હતું કે સરકાર દેખાડો કરી રહી છે. એજન્ડા પર ચર્ચા ઈચ્છી રહી નથી. વાતચીત કરવી હોય તો અમારા એજન્ડા પર જ કરવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે કૃષિમંત્રી સાથે બેઠકનું આમંત્રણ મળ્યું નથી. જ્યાં સુધી સરકાર ત્રણે કૃષિ કાયદા પરત લેતી નથી ત્યાં સુધી ખેડૂતો પાછળ હટશે નહિ. તમામ મુદ્દાની પતાવટમાં એક મહિનાથી વધુનો સમય લાગશે. સરકાર અમારી પાસે આવશે. દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સીમાઓ પર જ્યાં ખેડૂતો ધરણાં કરી રહ્યા છે, ત્યાં ભૂખહડતાળ પણ ચાલુ છે. પ્રત્યેક દિવસે 11 ખેડૂત 24 કલાકના ઉપવાસ પર બેસશે. જ્યારે હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરવામાં આવશે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકારે 5 પેજનું ગોળગોળ પ્રપોઝલ મોકલ્યું છે. તેમાં જૂની વાતો પર જ ભાર આપવામાં આવે છે. સરકારે એ જ પોઈન્ટ મોકલ્યા છે જે 9 ડિસેમ્બરના પ્રપોઝલમાં હતા. સરકાર જૂના પ્રપોઝલ પર જ વાતચીત ઈચ્છે છે. કાયદો રદ કરવા અને MSP પર નવો કાયદો લાવવાની માગ પર ચર્ચા ઈચ્છતી નથી.