વિરોધ@સાંતલપુર: છેવાડાના 6 ગામોને ડીસ્ટ્રીબ્યુટર કેનાલ આપો, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર: ખેડૂતો

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર સાંતલપુર પંથકના છેવાડાના ગામોને ડીસ્ટ્રીબ્યુટર કેનાલ આપવા ખેડૂતોએ માંગ કરી છે. સ્વાગત ફરીયાદ કાર્યક્રમ મારફતે ખેડૂતોએ આ માંગ કરી હોવાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ સરકાર દ્રારા નર્મદાના નીર છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે કચ્છ બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવી હતી. જોકે સાંતલપુરના છેડાવાના છ થી વધુ ગામોમાં ડીસ્ટ્રીબ્યુટર કેનાલ
 
વિરોધ@સાંતલપુર: છેવાડાના 6 ગામોને ડીસ્ટ્રીબ્યુટર કેનાલ આપો, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર: ખેડૂતો

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર પંથકના છેવાડાના ગામોને ડીસ્ટ્રીબ્યુટર કેનાલ આપવા ખેડૂતોએ માંગ કરી છે. સ્વાગત ફરીયાદ કાર્યક્રમ મારફતે ખેડૂતોએ આ માંગ કરી હોવાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ સરકાર દ્રારા નર્મદાના નીર છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે કચ્છ બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવી હતી. જોકે સાંતલપુરના છેડાવાના છ થી વધુ ગામોમાં ડીસ્ટ્રીબ્યુટર કેનાલ ન હોઇ ખેડૂતોને સિંચાઇમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઇ હવે આ છ જેટલા ગામોમાં ડીસ્ટ્રીબ્યુટલ કેનાલ આપવા ખેડૂતોએ રાધનપુર નર્મદા કચેરીએ પહોંચીને માંગ કરી છે. આ સાથે જો સિંચાઇના પાણીની સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી ર૦રરની ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોમાં ડીસ્ટ્રીબ્યુટર કેનાલની માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્રારા કચ્છ બ્રાન્ચ કેનાલ બનાવ્યા બાદ ખેડૂતોને ફાયદો થયો છે. જોકે સાંતલપુર તાલુકાના ધોકાવાડા, બરારા, ચારણકાં, જાખોત્રા, એવાલ અને આલુવાસ ગામે કેનાલનું સિંચાઇ માટેનું પાણી નહીં મળતાં મુશ્કેલી પડી રહી છે. જેથી ખેડૂતોએ આ ગામોમાં ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની માંગ કરી છે. જો આ ગામોમાં ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ કરવામાં આવે તો ખેડૂતોનો સિંચાઇના પાણીનો પ્રશ્ન ઉકેલાઇ શકે છે. જેને લઇ ગઇકાલે મોટી સંખ્યામાં ખેડૂતોએ રાધનપુર નર્મદા કચેરી પહોંચી સમગ્ર રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાંતલપુર પંથકના ખેડૂતોની માંગ છેકે, ફાંગલી-પાટણકા વાયા ચારણકાંથી, પાટણકા-બાબરા વચ્ચેથી અને ફાંગલી-પાટણકા વાયા આલુવાસથી ખેડૂતોને સાથે રાખી ડીસ્ટ્રીબ્યુટર કેનાલ માટે સર્વે કરવામાં આવે. આ સાથે લાખો એકર જમીનને સિંચાઇનું પાણી આપી સરહદના ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવા માંગ કરવામાં આવી છે.