પુરવઠાની ઓનલાઈન સિસ્ટમ છતાં પાટણ જિલ્લામાં ઘઉ-ચોખાનું બારોબારીયું

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોષી) રાજ્ય સરકારે પુરવઠાની વારંવારની ફરિયાદને પગલે અવાર-નવાર સુધારાઓ અને ઓનલાઈન સિસ્ટમ વિકસાવી છે. આવી સ્થિતિમાં પણ પાટણ જિલ્લામાં સસ્તા અનાજનું બારોબારીયું થતુ હોવાનું સામે આવ્યું છે. હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓના લાભાર્થીઓને જતો જથ્થો પૈકી ગંજબજાર સહિતના સ્થળોએ વેચાઈ રહ્યો છે. પાટણ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા રેશનીંગ સંચાલકોને ઘઉં-ચોખા સહિતનો
 
પુરવઠાની ઓનલાઈન સિસ્ટમ છતાં પાટણ જિલ્લામાં ઘઉ-ચોખાનું બારોબારીયું

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોષી)

રાજ્ય સરકારે પુરવઠાની વારંવારની ફરિયાદને પગલે અવાર-નવાર સુધારાઓ અને ઓનલાઈન સિસ્ટમ વિકસાવી છે. આવી સ્થિતિમાં પણ પાટણ જિલ્લામાં સસ્તા અનાજનું બારોબારીયું થતુ હોવાનું સામે આવ્યું છે. હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓના લાભાર્થીઓને જતો જથ્થો પૈકી ગંજબજાર સહિતના સ્થળોએ વેચાઈ રહ્યો છે.

પાટણ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા રેશનીંગ સંચાલકોને ઘઉં-ચોખા સહિતનો અનાજ પુરવઠો લાભાર્થીઓ માટે અપાઈ રહ્યો છે. સિસ્ટમ પારદર્શક હોવાના દાવા વચ્ચે સરકારી અનાજનું લાભાર્થીઓ સિવાય ખાનગી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લાના હારિજ, સમી, રાધનપુર, ચાણસ્મા અને સાંતલપુર તાલુકાઓના ગંજબજાર તેમજ કરિયાણાની દુકાનોમાં ઘઉં અને ચોખાનો જથ્થો વેચાણ થઈ રહ્યો છે. હારિજ ગંજબજારમાં અવાર-નવાર ઘઉંના ઢગલાઓ ઠાલવી હરાજીમાં વેચામ પણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ચોખા પંથકના હોલસેલ વેપારીઓને ક્વોલીટી મુજબ ભાવતાલ નક્કી કરી વેચી દેવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંચાલકો પાસે આવતો તમામ જથ્થો રેશનકાર્ડ ધારકોને એક યા બીજા કારણસર પહોંચી શકતો નથી. એટલે કે લાભાર્થીઓને આપ્યા બાદ વધારાનો જથ્થો વેચાણ કરી દેવાય છે.

ફિંગરપ્રિન્ટ છતાં કેમ બારોબારીયું

રાજ્ય સરકારે લાભાર્થીઓને જથ્થો ઉપાડવા ફિંગરપ્રિન્ટ એટલે કે  અંગુઠાનું નિશાન ફરજીયાત કર્યું છે. આથી કોઈપણ રેશનકાર્ડનો જથ્થો કોઈ ઉપાડી શકે નહી. જોકે મળતિયાઓએ ફિંગરપ્રિન્ટનો રસ્તો પણ કર્યો છે. કોઈપણ ગામમાં તમામ રેશનકાર્ડધારકો હાજર હોતા નથી. અન્યત્ર ગયા હોય તેવા પરિવારોનો અંગુઠો લીધો ન હોવાથી સંચાલકો લાગતા વળગતાના અંગુઠા મેળ કરાવી જથ્થો ઉપાડી લેતા હોવાથી બચત રહેતી નથી.

સંચાલકોના અંગુઠા પણ અપાયેલા છે?

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક તાલુકાઓમાં લાભાર્થીઓ સાથે સંચાલકોના ફિંગર પણ અપાયેલા છે. આવી સ્થિતિમાં લાભાર્થીઓ જથ્થો લેવા ન આવે તો પોતાના ફિંગરપ્રિન્ટથી જથ્થો ઉપાડી શકાય.