ઝગડો@વડાલી: એક જ સમાજના બે જૂથ વચ્ચે સમાધાન બાદ ફરીથી ધિંગાણું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શનિવારે જૂથ અથડામણ બાદ સમાધાનકારી વલણ સામે આવ્યું હતું. જોકે છેડતીનો મુદ્દો હોઇ રવિવારે ફરીથી એક જ સમાજના બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ખડકી ફરીયાદની તજવીજ હાથ ધરાઇ હતી.વડાલીમાં કસ્બા વિસ્તાર અને ધરોઇ રોડ
 
ઝગડો@વડાલી: એક જ સમાજના બે જૂથ વચ્ચે સમાધાન બાદ ફરીથી ધિંગાણું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શનિવારે જૂથ અથડામણ બાદ સમાધાનકારી વલણ સામે આવ્યું હતું. જોકે છેડતીનો મુદ્દો હોઇ રવિવારે ફરીથી એક જ સમાજના બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ખડકી ફરીયાદની તજવીજ હાથ ધરાઇ હતી.ઝગડો@વડાલી: એક જ સમાજના બે જૂથ વચ્ચે સમાધાન બાદ ફરીથી ધિંગાણુંવડાલીમાં કસ્બા વિસ્તાર અને ધરોઇ રોડ પર મુસ્લિમ સમાજના પરિવારો આવેલા છે. જેમાં શનિવારે કોઇ એક પરિવારની છોકરી સાથે છેડતી થઈ હોવાનું સામે આવતા મોડી સાંજે જૂથ અથડામણ થઇ હતી. જોકે રવિવારે સવાર સુધીમાં બન્ને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા વચ્ચે ફરી સાંજે બે ટોળાં સામસામે આવી ગયા હતા.

પથ્થર અને તલવાર સાથેના ઝગડામાં પીએસઆઇ સહિતના બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસની ટીમે છેવટે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. મોડી સાંજે હુમલો કરનાર ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.