પ્રશ્ન@વિધાનસભા: નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી, સરકારનો સ્વિકાર

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન સરકારે માહિતી આપતા સ્વીકાર્યુ છે કે, સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ હાલ 10,796 કિલોમીટર કેનાલોનાં કામ બાકી છે. સરકાર તરફથી માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, કુલ 60,952 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 10,796 કિલોમીટરના નેટવર્કનું કામ હજુ બાકી છે. નહેરોના બાકી કામ માટે હજુ
 
પ્રશ્ન@વિધાનસભા: નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી, સરકારનો સ્વિકાર

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન સરકારે માહિતી આપતા સ્વીકાર્યુ છે કે, સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ હાલ 10,796 કિલોમીટર કેનાલોનાં કામ બાકી છે. સરકાર તરફથી માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, કુલ 60,952 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 10,796 કિલોમીટરના નેટવર્કનું કામ હજુ બાકી છે. નહેરોના બાકી કામ માટે હજુ 4,354 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.

ઉંદરો અને નોળિયાને કારણે કેનાલોમાં ગાબડા પડે છે : સરકાર

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસબ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે, 31-05-2019 સુધી બે વર્ષમા કુલ કેનાલોમાં ગાબડા પડવાના કુલ 207 બનાવો બન્યા છે. કેનાલોના ગાબડા રિપેર કરવા પાછળ રૂ. 77.82 લાખનો ખર્ચ થયો છે. ગાબડા પડવાના કારણોમાં સરકારે કહ્યુ ઉંદર અને નોળિયાના દરથી લીકેજ થતું હોવાથી કેનાલોમાં ગાબડા પડે છે. નહેર ઓવરટોપ થવાથી, જૂના અને નવા કામના જોઈન્ટ નબળા હોવાથી, નહેર ઉભરાવાથી અને સમારકામની ખામીને કારણે પણ ગાબડાં પડે છે.

પ્રશ્ન@વિધાનસભા: નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી, સરકારનો સ્વિકાર

આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, “સરકારે પહેલી વખત કબૂલાત કરી છે કે અંદાજિત 48319.94 પૈકી 8783.57 કિલોમીટર લંબાઇમાં કામ બાકી છે. જે કેનાલો બની છે તેમાં પણ ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ જ છે.