ચોંક્યાં@રાધનપુર: 3 મહિના પૂર્વે ખરીદેલું નવું ટ્રેક્ટર ઘર પાસેથી ચોરાયું, ચોર ઇસમો બેફામ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુરની સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ નવુ ટ્રેક્ટર અજાણ્યો ઇસમ ચોરી ગયાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સ્થાનિક કોન્ટ્રાક્ટર પોતાનું ટ્રેક્ટર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરી વતનમાં ગયા હતા. જે બાદમાં મોડીરાત્રે પરત આવતાં પાર્ક કરેલ ટ્રેક્ટર જોવા નહીં મળતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ હતી. ફરીયાદીએ આસપાસમાં તપાસ કર્યા
 
ચોંક્યાં@રાધનપુર: 3 મહિના પૂર્વે ખરીદેલું નવું ટ્રેક્ટર ઘર પાસેથી ચોરાયું, ચોર ઇસમો બેફામ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુરની સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ નવુ ટ્રેક્ટર અજાણ્યો ઇસમ ચોરી ગયાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સ્થાનિક કોન્ટ્રાક્ટર પોતાનું ટ્રેક્ટર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરી વતનમાં ગયા હતા. જે બાદમાં મોડીરાત્રે પરત આવતાં પાર્ક કરેલ ટ્રેક્ટર જોવા નહીં મળતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ હતી. ફરીયાદીએ આસપાસમાં તપાસ કર્યા બાદ પણ ટ્રેક્ટર નહીં મળતાં અજાણ્યા ઇસમો સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ઘર આગળ પાર્ક કરેલ આખેઆખુ ટ્રેક્ટર ચોરી થયાની ઘટના સામે આવી છે. મૂળ સાંતલપુર તાલુકાના જોરાવરનગર (સાદપુરા)ના ભરતપુરી દેવપુરી ગૌસ્વામી હાલ રાધનપુર શહેરની અર્બુદાનગર સોસાયટીમાં રહે છે. તેમણે ગત 28/07/2020ના રોજ શક્તિ ટાફે ઓર્થો ડીલરના શો-રૂમમાંથી મેશી ફર્ગુશન ટ્રેક્ટર કિ.રૂ.3,50,000નું ખેતીના ઉપયોગ માટે લીધુ હતુ. જે બાદમાં તેઓ 24/11/2020ના રોજ સાંજે સાતેક વાગે ટ્રેક્ટરને સોસાયટીમાં તેમના ઘરની આગળ મુકી વતનમાં ગયા હતા.

ચોંક્યાં@રાધનપુર: 3 મહિના પૂર્વે ખરીદેલું નવું ટ્રેક્ટર ઘર પાસેથી ચોરાયું, ચોર ઇસમો બેફામ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી ભરતપુરી વતનમાં કામ પતાવી 25/11/2020ના રાત્રે 1 વાગ્યા આસપાસ રાધનપુર પોતાના ઘરે આવ્યા હતા. જોકે ટ્રેક્ટર સ્થળ પર ન હોવાથી તેઓ ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં આસપાસમાં તપાસ કરવા છતાં ટ્રેક્ટર નહીં મળી આવતાં તેમને અજાણ્યા ઇસમો સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ રાધનપુર પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.