રાધનપુર: Ex.કોંગી કોર્પોરેટરને ઝાટકો,પત્નિના આગોતરા જામીનમાં મોટો ફેરફાર

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર પાલિકાના પુર્વ કોંગ્રેસી નગરસેવક આસીફ ઘાંચી ખોટી સહાયના આરોપી અંતર્ગત સરકાર તરફથી દાખલ ફરીયાદનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટથી આગામી 3 જુલાઇની મુદ્દત આવ્યા દરમ્યાન પત્નિ માટે આગોતરા જામીન લેવા મથામણ આદરી છે. જેમાં રાધનપુર કોર્ટમાં આગોતરા જામીનની અરજીમાં નિર્ણય લેવાયો છે. પાટણના જજ ચાર્જમાં હોવાથી સુનાવણીમાં નિર્ણય આપ્યો કે, રાધનપુર
 
રાધનપુર: Ex.કોંગી કોર્પોરેટરને ઝાટકો,પત્નિના આગોતરા જામીનમાં મોટો ફેરફાર

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકાના પુર્વ કોંગ્રેસી નગરસેવક આસીફ ઘાંચી ખોટી સહાયના આરોપી અંતર્ગત સરકાર તરફથી દાખલ ફરીયાદનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટથી આગામી 3 જુલાઇની મુદ્દત આવ્યા દરમ્યાન પત્નિ માટે આગોતરા જામીન લેવા મથામણ આદરી છે. જેમાં રાધનપુર કોર્ટમાં આગોતરા જામીનની અરજીમાં નિર્ણય લેવાયો છે. પાટણના જજ ચાર્જમાં હોવાથી સુનાવણીમાં નિર્ણય આપ્યો કે, રાધનપુર ખાતેની રેગ્યુલર કોર્ટમાં જ આગોતરા જામીન મેળવવા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકાના પુર્વ કોંગ્રેસી નગરસેવક આસીફ અહેમદભાઇ ઘાંચી અને તેમના પત્નિ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખોટી સહાય મામલે આરોપી બન્યા છે. જેમાં હાઇકોર્ટે આગામી 3 જુલાઇની મુદ્દત આપી હોઇ ઓર્ડર અંતર્ગત અનિસાબેન આસીફભાઇ ઘાંચીની ધરપકડ થઇ શકે છે. જેથી આરોપી આસીફ ઘાંચીએ પોતાની પત્નિના આગોતરા જામીન મેળવવા રાધનપુર કોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાધનપુર કોર્ટમાં જજનો ચાર્જ પાટણ જજ પાસે હોઇ  સુનાવણી કરતા આગોતરા જામીન રાધનપુર કોર્ટથી જ મેળવવા સુચના આપી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મકાન હોવા છતાં આવાસ યોજનામાં પ્રથમ હપ્તો મેળવી લીધો હોઇ રાધનપુર પાલિકાએ પુર્વ કોંગી નગરસેવક અને વ્યવસાયે વકીલ આસીફ અહેમદ ઘાંચી અને તેમના પત્નિ અનિસાબેન આસીફભાઇ ઘાંચી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરેલી છે. જેમાં અત્યાર સુધીના ઘટનાક્રમના અંતે આરોપી આસીફ ઘાંચીએ પોતાની પત્નિ અનિસાબેન ઘાંચીની ધરપકડ ન થાય તે માટે આગોતરા જામીન મેળવવા કવાયત હાથ ધરી છે. આ દરમ્યાન ધરપકડ થવાની કાયદાકીય બાબતોને લઇ વાતાવરણ ગરમાયું છે.