રાધનપુરમાં વર્ષોથી વરસાદ આધારિત ખેતી કરતુ ગામ, ગોચનાદ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુરના ગોચનાદ ગામ વર્ષોથી વરસાદ આધારિત ખેતી કરતુ ગામ રહ્યું છે. જ્યાં વરસાદ પડે અને જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહે એટલે ખેડૂતો બિનપિયત ખેતી કરીને જીરું, ચણા, એરંડા સહિતના પાકોનું વાવતેર કરતા આવ્યા છે. ચાલુ વર્ષે વરસાદ નહિ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી, પરંતુ નર્મદાના નીર નહેર વાટે મળી રહેતા કુલ
 
રાધનપુરમાં વર્ષોથી વરસાદ આધારિત ખેતી કરતુ ગામ, ગોચનાદ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુરના ગોચનાદ ગામ વર્ષોથી વરસાદ આધારિત ખેતી કરતુ ગામ રહ્યું છે. જ્યાં વરસાદ પડે અને જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહે એટલે ખેડૂતો બિનપિયત ખેતી કરીને જીરું, ચણા, એરંડા સહિતના પાકોનું વાવતેર કરતા આવ્યા છે. ચાલુ વર્ષે વરસાદ નહિ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી, પરંતુ નર્મદાના નીર નહેર વાટે મળી રહેતા કુલ જમીનના 50 ટકા જેટલી જમીન પડી રહી છે અને 50 ટકા જેટલી જમીનમાં પિયત ખેતી કરી રહ્યા છે, અને ચણાની જગ્યાએ જીરું અને એરંડા જેવા પાકો લહેરાઈ રહ્યા છે. જો નર્મદાના નીર ના મળ્યા હોત તો આ વર્ષે ખેડૂતોને રોવાનો વારો આવે તેમ હતું.

ગામના ખેડૂત દેવણભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ નર્મદાના નીરથી માત્ર ગોચનાદ જ નહિ બાસ્પા, ગોધાણા, દાઉદપુર, કનીજ, રામપુરા, બાબરી, બિસ્મિલ્લાગંજ, સહિતના ગામોના ખેડૂતોને ખેતીમાં જબરદસ્ત ફાયદો થવાનો છે. હાલમાં જીરાનો અને એરંડાનો પાક લહેરાઈ રહ્યો છે, જો કુદરત કોઈ કોપ ના કરે અને ચર્મી જેવો રોગ લાગુ ના પડે તો ખેડૂતોને ખુબ જ ફાયદો થઇ શકે છે અને એકપણ ખેડૂતનું કુટુંબ નિરાશ નહિ થાય. આ વર્ષે ગોચનાદમાં એકપણ ખેડૂતે ચણાનું વાવેતર કર્યું નથી.