આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર શહેરમાં એક વર્ષ પછી ફરી એકવાર શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઠાકોરજી ભગવાનની શોભાયાત્રાથી પંથકમાં સામાજીક સમરસતા વધે છે તેવી બાબત સામે આવી છે. ઘોડેસવાર થવા તબક્કાવાર તક મળતી હોવાથી શોભાયાત્રાનો હિસ્સો બનવા યુવાધન તલપાપડ બને છે.

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઠાકોર સમાજની આગેવાનીમાં શોભાયાત્રા નિકળે છે. ઠાકોરજી ભગવાન નગરચર્યાએ નિકળતા હોય તેમ ઘોડા અને પાલખીથી શ્રધ્ધાળુઓ દોડી આવે છે. સૌથી મહત્વની વાત એ સામે આવી હતી કે, શોભાયાત્રા નિકળે ત્યારે અન્ય લોકો પણ દર્શનાર્થે આવતા હોઇ સામાજીક સમરસતામાં વધારો થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શોભાયાત્રાને પગલે ઘોડા ઉપર બેસવાનો લ્હાવો લેવા યુવાધન તલપાપડ બને છે. આ દરમ્યાન શણગારેલ બગી અને ઘોડા આકર્ષણનું મોટું કેન્દ્ર બને છે. ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રા માત્ર ઠાકોર સમાજ પૂરતી ન રહે તે માટે અન્ય લોકોને નગરચર્યા દરમિયાન જોડવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code